Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પોરબંદરમાં ઓનલાઈન ઓર્ડરમાં મહિલા એડવોકેટ સાથે છેતરપીંડીમાં ગુમાવેલી રકમ પરત અપાવતી સાયબર ક્રાઈમ પોલીસ

પોરબંદર, તા. ૨૮ :. ઓનલાઈન પિઝાના ઓર્ડર આપતા એક મહિલા એડવોકેટ સાથે થયેલ રૂ. ૧૯૬૧૫ના સાયબર ફ્રોડમાં રૂ. ૧૭૧૧૬ પરત અપાવતી સાયબર ક્રાઈમ પોલીસ પોરબંદર.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓ તાત્કાલીક શોધી કાઢવા સૂચન કરેલ. જે અનુસંધાને પોરબંદર એક મહિલા એડવોકેટ રેખાબેન આગઠ એ ઓનલાઈન પીઝાનો ઓર્ડર આપતા તેની સાથે રૂ. ૧૯૬૧૫નો સાયબર ફ્રોડ થયો હતો. જેમાં પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા રૂ. ૧૭૧૧૬ પરત મેળવી આપ્યા હતા.

મહિલા એડવોકેટ રેખાબેન આગઠ દ્વારા પીઝા સ્ટોરમાંથી પીઝા મંગાવવા માટે મોબાઈલ પર સર્ચ કરતા એક નંબર મળ્યા હતા અને તે મોબાઈલ નંબર પર કોલ કરી પીઝાનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ આરોપીએ એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવા કહ્યુ હતુ કે જેથી તેમા મેનુ ડીલેવરી બોયના નામ-નંબર અને બીજી બધી ડિટેઈલ મળી રહેશે તેવુ જણાવેલ અને રેખાબેનના ફોન પર એક લીંક મોકલી તે કલીક કરી ઓનલાઈન પેમેન્ટ કરવા માટેના સટેપ્સના નામે ઓ.ટી.પી. મેળવી ચાર ટ્રાન્જેકશન કરી કુલ રૂ. ૧૯૬૧૫ રેખાબેનના ખાતામાંથી કપાઈ ગયા હતા. રેખાબેન સાથે રૂ. ૧૯૬૧૫નો સાયબર ફ્રોડ થયો હતો.

(10:35 am IST)