Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

ભાવનગરમાં ગુજરાત મેરી ટાઇમ બોર્ડની બેદરકારીથી રૂ. ર૦૦ કરોડનું નુકશાન

રોરો ફેરી સર્વિસ સંચાલકોએ કર્યો દાવો

ભાવનગર : ભાવનગરના ઘોઘા દહેજ ફેરી કોરોના અને ડ્રેનેજની સમસ્યાના કારણે બંધ રહેતા કરોડોના નુકસાનનો દાવો ફેરી ઓપરેટરે કર્યો છે. ઘોઘા દહેજ ફેરી ઓપરેટરે ગુજરાત મેરિટાઇમ બોર્ડ સામે 200 કરોડના નુકસાનનો દાવો કર્યો છે.

તંત્રની બેદરકારીના કારણે કરોડોનું નુકસાન થયું હોવાની રજૂઆત કરાઇ છે. હાલ ડ્રેનેજની સમસ્યાના કારણે હાલ પણ જહાજ ચાલી નથી રહ્યું જેના કારણે કરોડોનું નુકસાન થઇ રહ્યું છે.

શું છે મામલો?

  • ભાવનગરના ઘોઘા દહેજ ફેરીના ઓપરેટરે દાખલ કર્યો 200 કરોડનો દાવો
  • GMB સામે દાખલ કર્યો 200 કરોડનો દાવો
  • તંત્રની બેદરકારીના કારણે કરોડોનુ નુકશાન થયું હોવાનો દાવો
  • ગત સપ્ટેમ્બર માસથી ફેંબ્રુઆરી સુધી ફેરી ડ્રેજિંગના કારણે બંધ કરાઇ
  • ત્યાર બાદ કોરોનાના કારણે બંધ કરવામાં આવી ફેરી
  • ડ્રેજિંગની સમસ્યાના કારણ જહાજ ચાલી શકતું નથી
(4:33 pm IST)