Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

કચ્છ કલેકટર દ્વારા જામનગરની મીના એજન્સીને ૪૨ લાખનો દંડ - ખનીજ ચોરી બદલ ફટકાર્યો દંડ

ભુજ :::કચ્છના નખત્રાણા તાલુકાના લાખાડી ગામે ખેતરમાં ૪૮૦૦ ટન બોક્સાઈટનો જથ્થો મંજૂરી વગર ઉત્તખનન કરવા બદલ જામનગરની મીના એજન્સીને કચ્છના કલેકટર પ્રવીણા ડીકેએ ૪૨ લાખનો દંડ ફટકાર્યો છે. 

નખત્રાણામાં રહેલા બોક્સાઇટના આ જંગી જથ્થા બાબતે ખાણ ખનીજ કચેરી અને નખત્રાણા પ્રાંત કચેરીએ સયુંકત તપાસ કરી હતી. જે અંતર્ગત અપાયેલી નોટિસમાં આ જથ્થો કચ્છના ગઢશીશા ઉપરાંત દેવભૂમિ દ્વારકાથી લવાયો હોવાનું મીના એજન્સીએ જણાવ્યું હતું, પણ તેના આધાર પુરાવા આપવામાં તે નિષ્ફળ રહી હતી.

 નખત્રાણા ડેપ્યુટી કલેકટર જી.કે. રાઠોડે આ અંગે જીએમડીસી પાસે પણ વિગતો માંગી તપાસ કરતાં આ કિસ્સામાં ખનીજ ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. જેને પગલે કલેકટરે દંડનો આદેશ કર્યો હતો. મીના એજન્સીને બોક્સાઈટ વેચાણ માટે છૂટછાટ છે, પણ તેનો પ્લાન્ટ ભચાઉમાં આવેલો છે.

 નખત્રાણામાં જે ખેતરમાં ગેરકાયદે ખોદકામ કરાયું છે, ત્યાં એન.એ.ની પ્રક્રીયા કે સરકારી મંજૂરી લેવાઈ જ નથી. ગુજરાતમાં બોક્સાઇટના ઉત્તખનન કે વેચાણ માટે સરકારની મંજૂરી આવશ્યક છે.

(3:27 pm IST)