Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

અમરેલીમાં એક સાથે કોરોનાના નવા ૧૦ કેસ: અત્‍યા રસુધીમાં કુલ ૭૦ કેસ

અમરેલીઃ અમરેલી જિલ્લામાં આજે એક સાથે નવા 10 કેસ નોંધાતા લોકોની ચિંતામાં વધારો થયો છે. હવે કુલ કેસોની સંખ્યા 70 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ પણ થયા છે. તો હાલ એક્ટિવ કેસની સંખ્યા 35 છે. અત્યાર સુધી 30 દર્દીઓ રિકવર થયા છે.

શનિવારે રાત્રે રાજ્ય સરકારના મેડિકલ બુલેટિન પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 30 હજાર 774 પર પહોંચી ગઈ છે. જેમાં અત્યાર સુધી 1790 લોકોના મૃત્યુ થયા છે. તો કુલ 22417 દર્દીઓ અત્યાર સુધી રિકવર થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 20269 છે, તો 1411 લોકોના મૃત્યુ પણ થયા છે.

(1:20 pm IST)