Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

ભાવનગર શેત્રુજી નદીના પટમાં સગાઇ થયેલા યુવક- યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું :બંને વહેલા લગ્ન કરવા ઇચ્છુક હતા

દિવાળી બાદ લગ્ન થવાના હતા: બન્ને પરિવારમાં માતમ છવાયો

ભાવનગર શેત્રુંજી નદીના પટમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં યુવક યુવતી મળી આવ્યા હતા. યુવક યુવતીની સગાઈ થયેલી હતી અને દિવાળી બાદ લગ્ન થવાના હતા. પરંતુ બંન્નેની ઈચ્છા વહેલા લગ્ન કરવાની હોવાથી દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે.

 વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવતી પાલિતાના મેઢા ગામની છે. જુવાન દિકરા અને દિકરીનુ મોત થતા બન્ને પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

(11:33 pm IST)