Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

સત્તાધાર રામેશ્વર આપા ગીગા આશ્રમની મુલાકાત લેતા પૂ. ભારતીબાપુ

વિસાવદર નજીક આવેલ સત્તાધારના આપા ગીગા રામેશ્વર આશ્રમની ગઇકાલે શ્રી પંચદશનામ જુના અખાડાના આંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજે મુલાકાત લીધી હતી. દરમ્યાન આશ્રમના મહંત પૂ. ગોવિંદબાપુએ પૂ. બાપુને આવકાર્યા હતા અને સંતોની પરંપરા મુજબ પૂ. બાપુને શાલ ઓઢાડી ગોવિંદબાપુ એ સન્માન કર્યુ હતું. અને બન્ને સંતોએ હળવી પળોમાં જ્ઞાનગોષ્ઠી કરી હતી. પૂ. બાપુ સાથે મહાદેવ ભારતીબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતાં અને મંદિરમાં દર્શન કરી આશ્રમની સેવાકીય પ્રવૃતિ નિહાળી પૂ. ભારતીબાપુએ ખુશી વ્યકત કરી હતી. (અહેવાલ : વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:46 am IST)