Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

પાટણઃ કાંકરેજનાં આર્થિક રીતે નાના ધાર્મિક રીતે મોટા ભાઇલાલભાઇ ઠક્કરની અલવિદા

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા. ર૮ :.. કાંકરેજ તાલુકાના વરસડા ગામના વતની તેમજ પિતા ઇશ્વરલાલ નરભેરામ અને માતા શ્રીમતી દલછીબેન પરિવારમાં તા. ૧૯-૬-૧૯૪પ ના રોજ બાવળા ખાતે જન્મેલા અને થોડો સમય વરસડા ખાતે રહ્યા બાદ થોડો સમય રાધનપુર તાલુકાના પોરાણા ગામે રહી છેલ્લા ૪૭ વર્ષથી થરા ખાતે રહેતા ભાઇલાલભાઇ મુલાણી -ઠક્કર ઉર્ફે બચુભાઇ એક મળવા જેવા, માણવા જેવા અને જાણવા જેવા સર્વોત્તમ માણસ હતાં. તા. ૧૭-૬-ર૦૧૮ ને રવિવારે રાત્રે અચાનક હૃદયની બીમારીથી થરાની હોસ્પિટલમાં દાખલ થયા બાદ તા. ૧૮-૬-ર૦૧૮ ને સોમવારની વહેલી સવારે હૃદયરોગના હૂમલાથી આ દુનિયાને અલવિદા કરનાર બચુભાઇ ઠક્કર આર્થિક રીતે ખૂબ જ નાના કહી શકાય તેવા વ્યકિત હતા પરંતુ સત્કર્મો અને ધર્મકાર્યોને લીધે તેઓ ખૂબ જ મોટા વ્યકિત હતા અને તેથી જ તેમનું જીવન વંદનીય, અભિનંદનીય, અનુકરણીય, અનુમોદનીય અને પ્રેરણાદાયી હતું.

માણસ પાસે પૈસો કેટલો છે એ મહત્વનું નથી પરંતુ તેનામાં પ્રેમભાવના, પરોપકાર ભાવના અને પરમાત્મા પ્રત્યેનો લગાવ કેટલો છે. તે વધારે મહત્વનું છે. છેલ્લા અંદાજે ૧૭૮  ગુરૂવારથી થરામાં પૂજય જલારામ બાપાનાં ભજનો થાય છે. જે તે વ્યકિતના નિમંત્રણના આધારે આ ભજનો ખૂબ જ ભાવથી જે તે વ્યકિતના નિવાસ સ્થાને ગવાય છે. આદરણીય બચુભાઇ ઠક્કર પૂજય જલારામ બાપાનાં ભજનો ગાવામાં ખુબ જ સક્રિયતાથી રસ લેતા હતાં. બચુભાઇને એક ભાઇ રમેશભાઇ અને ત્રણ બહેનો  ગોદાવરીબેન, મંગુબેન અને વિજયાબેન એમ સરસ મજાનો પરિવાર જેમાંથી રમેશભાઇ અને મંગુબેન હયાત છે. પત્ની સુભદ્રાબેન પણ પ્રભુ ભકત છે.

પ્યારો થયો હતો. તેમનાં ધર્મપત્ની સુભદ્રાબેન પણ ખુબ જ ભાવિક, મહેનતુ, પરિવારપ્રેમી અને પ્રભુ ભકત છે.

તેમની પાંચેય દિકરીઓ મીનાક્ષીબેન કીરીટકુમાર ઠકકર (દિયોદર), સરોજબેન વસંતકુમાર ઠકકર (થરા), શ્રીમતી પ્રીતીબેન મહેશકુમાર ઠકકર (સુરત), સોનલબેન મુકેશકુમાર ઠકકર (અમદાવાદ) અને લતાબેન ચંદ્રેશકુમાર ઠકકર (ભાભર) પોત પોતાના પરિવારમાં જ ઉચ્ચ સંસ્કારોને લીધે ખૂબ જ સારી રીતે સેટ થયેલ છે. આ પાંચેય દિકરીઓએ તેમના પિતા બચુભાઇ ઠકકરને કાંધ આપી હતી અને સ્મશાનગૃહમાં જઇ પોતાના પિતાને અગ્નિદાહ પણ આપ્યો હતો જે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી ઘટના કહી શકાય. આર્થિક સંકડામણ હોવા છતાં પણ પાંચ પાંચ દિકરીઓને પારાવાર પ્રેમ અને ઉચ્ચ સંસ્કારો આપી તેમના જીવનનું સર્વોચ્ચ ઘડતર કરનાર બચુભાઇ ઠકકર અને શ્રીમતી સુભદ્રાબેન સાચા અર્થમાં વંદન અને અભિનંદનના અધિકારી છે. બચુભાઇનું શ્વસુર ગૃહ પણ હારીજના આદરણીય રઘુરામભાઇ મુળજીભાઇ ગણાત્રા પરિવારના જયંતિભાઇ, મનુભાઇ સહિત સૌ કોઇ બચુભાઇના જીવનકાર્યમાં સંગાથે જ રહ્યા છે.

બચુભાઇના નિવાસ સ્થાને પૂજય જલારામ બાપાના ભજન હતા ત્યારે પ્રહલાદભાઇ ઠકકર, દિપકભાઇ અખાણી, દિનેશભાઇ સોની, પ્રવિણભાઇ ભગતની સાથે સાથે મને પણ બચુભાઇ વિશે બે શબ્દો કહેવાનો મોકો મળ્યો ત્યારે મને બચુભાઇની ઉદારતા, નિખાલસતા અને વિશાળતાનું સ્મરણ થઇ આવ્યું  થરા માર વતન અને મારા મોટા ભાઇ અચરતભાઇ અને તેમના દીકરાઓ હર્ષદભાઇ અને નીરંજનભાઇને લીધે મારે પણ અવારનવાર ભજનોમાં જવાનું થાય ત્યારે અચુક બચુભાઇને મળવાનું થાય. એક મહામુલો મોઘેરો, મનભાવુક વ્યકિત આ દુનિયામાંથી વિદાય લે ત્યારે ખુબ જ મોટી ખોટ પડે છે.તેમ ભગવાનદાસ બંધુ મો.૯૮રપ૬ ૩૮૬૪૩ એ જણાવ્યું છે. (૬.૧૪)

(3:54 pm IST)