Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ગોંડલના સાગરસિંહ ગોહિલનું હર્ષદ મહાજન સહિતે અપહરણ કર્યુઃ ધોલધપાટ કરી રાજકોટમાં ફેંકી દીધો

ધમો કયાં છે? તેમ પુછી હર્ષદ, કાળીયો, સોનુ મારવાડીએ ઉઠાવી લીધો

રાજકોટ તા. ૨૮: ગોંડલમાં રહેતાં દરબાર યુવાનનું રાત્રીના કારમાં અપહરણ કરી વિરપુર સહિતના સ્થળોએ લઇ જઇ ધોલધપાટ કરી છેલ્લે રાજકોટમાં ફેંકી દેવાતાં સારવાર માટે દાખલ થયો છે. બુટલેગરોએ પોતાનું અપહરણ કર્યાનું આ યુવાને જણાવતાં ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોંડલ આવાસ કવાર્ટર નં. ૧માં રહેતાં અને કલરકામ કરતાં સાગરસિંહ શિવુભા ગોહિલ (ઉ.૨૪) આજે સવારે  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાને રાત્રે એકાદ વાગ્યે ઘરે હતો ત્યારે ત્યાંથી હર્ષદ મહાજન, કાળીયો, સોનુ મારવાડી તથા બે અજાણ્યાએ અપહરણ કરી વિરપુર આસપાસ ગામડામાં ફેરવી ધોકા-પાઇપથી માર મારી છેલ્લે રાજકોટમાં રૈયા ચોકડીએ ફેંકી દીધાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને દિપસિંહ ચોૈહાણે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

સાગરસિંહના કહેવા મુજબ પોતાની સાથે ઘણી વખત ધમો વ્યાસ બેસતો હોઇ જેથી પોતે તેને ઓળખે છે. રાત્રે હર્ષદ મહાજન સહિતના શખ્સો ધમાને શોધવા આવ્યા હતાં. ધમો કયાં છે? એ બાબતે મને પુછતાં મને ખબર નથી તેમ કહેતાં મને ઉઠાવી જઇ મારકુટ કરી છેલ્લે રાજકોટ ફેંકી દીધો હતો.

(3:44 pm IST)