Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

તળાજા નજીક મહાદેવપરાના ઉપસરપંચ પર લોહીયાળ હૂમલો

ભાવનગર તા. ર૮ :.. દાઠા તાબેના મહાદેવપરા ગામના ઉપસરપંચ લખમણભાઇ કમાભાઇ ચૌહાણ (ઉ.૩૮) બાઇક પર સવાર થઇ તળાજાથી મહાદેવપરા જઇ રહ્યા હતાં.

પાવડી પહેલા કેનાલ પાસે પહોંચતા પીથલપુરના એક સમયના તડીપાર સુરા પાતા ભરવાડે પોતાના છ જેટલા શખ્‍સો સાથે બાઇક સરવાર લખમણભાઇ ચૌહાણને આંતરી તિક્ષ્ણ, બોથડ, હથીયારો સાથે હૂમલો કરી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી ફરાર થઇ ગયા હતાં.તળાજા ૧૦૮ ના દિનેશ દિહોરા તથા પાયલોટ ઉગાભાઇ કામળીયા દ્વારા ઇજાગ્રસ્‍તોને રેફરલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો. માથાના ભાગે લોહીયાળ ઇજા તથા હાથમાં ફ્રેકચર જણાતા સારવાર આપનાર ડો. પારસ પનોતએ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરેલ.

ઇજાગ્રસ્‍તે હૂમલાના કારણમાં દિકરીને લઇ જૂની અદાવત ચાલી આવતી હોય સુરા પાતા એ હૂમલો કર્યો હતો.

હોસ્‍પિટલ પરિસરમાંથી સાંભળવા મળ્‍યા પ્રમાણે ઇજાગ્રસ્‍ત ઉપસરપંચના બહેન સાથે સુરા પાતાને સંબંધ હોઇ તે બાબતે વેરના બીચ રોપાયા હતાં. જેને લઇ સુરા પાતા પર હૂમલો કરવામાં આવ્‍યો હતો. આ સમયે હૂમલાખોરો ઢીમઢાળી દેવાના હતાં. પરંતુ એક વ્‍યકિતએ વચ્‍ચમાં પડી જીવ બચાવ્‍યો હતો. તેની દાઝ રાખી આજે હૂમલો કરવામાં આવ્‍યો હતો.પીથલપુરનો રહેવાસી છે. સૂરા પાતા ભરવાડ ગુનો કરવાની ટેવવાળો છે. પોલીસે જણાવ્‍યું હતું કે એક વર્ષમાં આ તેમની ચોથી  મારા મારી છે. મહુવા, દાઠા, તળાજમાં ગુનાઓ નોંધાયેલ છે. પ્રસાશને તડીપારના કાગળો તૈયાર પણ કર્યા હતાનું પોલીસે જણાવ્‍યું હતું.

(11:44 am IST)