Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જામનગર જિલ્લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિની બેઠક કલેકટર રવિ શંકરના અધ્‍યક્ષસ્‍થાને સંપન્‍ન

જામનગર તા. ૨૮ : નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર તા.૨૨ જુલાઇ જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપત્ર કેસ, નેગોશીયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એક્‍ટની કલમ-૧૩૮ મુજબ ચેકના કેસ, બેંક રીકવરી દાવા, અકસ્‍માત વળતરના કેસ, એમ.એ.સી.પી. ના કેસ, લેબર તકરારના કેસ, લેબર તકરારના કેસ, વિજળી અને પાણી બિલ(સમાધાન પાત્ર ન હોય તે સિવાયના),કૌટુંબીક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્‍સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્‍યુ કેસ(ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્‍ડીંગ હોય તે જ), અન્‍ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઇ હુકમના દાવા, સ્‍પેસીફીક પરફોર્મન્‍સ) વગેરે કેસો માટેની નેશનલ લોક અદાલતનું નાલ્‍સાના એક્‍શન પ્‍લાન મુજબ આયોજન કરવામાં આવેલ છે.

જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોએ ઉપરોક્‍ત જણાવેલ પેન્‍ડીંગ કેસમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા માગતા હોય તો તેઓના વકીલશ્રી મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્‍ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા અનુરોધ છે. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નીકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્‍યાય મળી શકે છે.

વધુમાં લોક અદાલતના માધ્‍યમથી સમાધાન કરવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઇપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફોન નં. ૦૨૮૮-૨૫૫૦૧૦૬ ઉપર સંપર્ક કરવો તેમજ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્‍ડીંગ હોય તો જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જામનગરના સચિવ પી.બી. પટેલની યાદીમાં જણાવાયુ છે.(૨૧.૩)

(9:04 am IST)