Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

આડેસર ચેકપોસ્ટ નજીકથી કારમાંથી 1.13 લખનો દારૂ ઝડપાયો : કાર ચાલાક ફરાર : દોઢ લાખની કાર સહીત 2.63 લાખનો મુદામાલ જપ્ત

રાપર : તાલુકાના આડેસર ચેકપોસ્ટ નજીકથી પોલીસે આઈ - ૧૦ કારમાંથી રૂપિયા લાખ ૧૩ હજારનો ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો . જયારે કાર ચાલક પોલીસની કાર્યવાહી દરમિયાન નાસી છુટ્યો હતો . પોલીસે દોઢ લાખની કાર સહિત ર લાખ ૬૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો 

 પ્રાપ્ત વિગતો મુજબ આડેસર પોલીસ મથકના પીએસઆઈ વાય . કે . ગોહિલ સહિતની ટીમ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી , તે દરમિયાન પીએસઆઈને મળેલી બાતમીના આધારે મોમાયમોરા ગામથી કેનાલવાળા રોડ પરથી આવતી જી . જે . ૧૮ . એચ . ૭૩૧૦ નંબરની આઈ - ૧૦ કારને ઝડપી પાડવામાં આવી હતી . કારમાં બનાવેલા ચોર ખાનામાં ભારતીય બનાવટના ઈંગ્લીસ દારૂની ર૦૪ બોટલ અને ક્વાટરિયા મળીને ૧ લાખ ૧ર હજાર ૯ર૦નો પ્રોહી . મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો . જયારે પોલીસની કાર્યવાહી દરમિયાન કાર ચાલક વાહન છોડીને નાસી છુટયો હતો . પોલીસે કાર સહિત ર લાખ ૬ર હજાર ૯ર૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

 

(8:31 pm IST)