Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કોરોના મહામારીને ધ્યાનમાં લઈને બેંક લોન અને વ્યાજમાં રાહત આપવા માંગ: મોરબી કોંગ્રેસ અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી જીલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં દોઢ વર્ષથી કોરોના મહામારીને પગલે મધ્યમ વર્ગ, ગરીબો અને અન્ય વાહન વ્યવહારના ધંધા સાથે સંકળાયેલ લોકોને બેંક લોન અને વ્યાજમાં રાહત આપવા માંગ કરી છે
મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે દોઢ વર્ષથી મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે જેથી ગરીબ અને મધ્યમવર્ગ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓ પરેશાન છે આવા સંજોગોમાં રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય બેન્કમાંથી ધંધા અર્થે પર્સનલ તેમજ અન્ય લોન લીધો હોય તેના બેંક હપ્તામાં તેમજ વ્યાજમાં રાહત આપવી જોઈએ દોઢ વર્ષથી ધંધા બંધ છે અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે
ત્યારે સરકારની ફરજ બને છે કે બેંક લોન લીધેલ હોય તેવા લોકોને સરકાર પરિપત્ર બહાર પાડીને રાહત આપવી જોઈએ છ મહિના બેંક હપ્તા અને વ્યાજમાં રાહત આપવી જોઈએ જેથી તમામ બેન્કોને છ મહિના હપ્તામાં માફી મળે અને વ્યાજ માફી મળે તેવા આદેશ આપવા માંગ કરી છે

(8:12 pm IST)