Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જામનગર ખાતે પાઈલોટ દિવસ ઉજવણીમાં મોરબીના પાયલોટનું સન્માન

મોરબી : તાજેતરમાં ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા જામનગર ખાતે પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હોય જે નિમિતે કોરોના વોરીયર્સને સન્માનિત કર્યા હતા સાથે જ ડ્રોઈંગ સ્પર્ધામાં વિજેતા થવા બદલ પાયલોટને સન્માનિત કર્યા હતા
  જામનગર જી જી હોસ્પિટલ મેડીકલ કોલેજમાં પાયલોટ દિવસની ઉજવણી નિમિતે કોરોના વોરીયર્સના સન્માન કર્યા હતા અને ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોરબી જીલ્લામાં ડ્રોઈંગ સ્પર્ધામાં પાયલોટ સલીમ ભૂંગરના પુત્ર અરમાન ભૂંગર વિજેતા થયા હોય જે બદલ સલીમભાઈનું સન્માન કરાયું હતું

(8:06 pm IST)