Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારા દ્વારા સમૂહ લગ્નને બદલે ૪૪ લગ્ન ઘર આંગણે

(હર્ષદરાય કંસારા) ટંકારા,તા. ૨૮: સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારા દ્વારા દર વર્ષે સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે તેમજ સમય અને માનવશકિતના બચાવને ધ્યાને લઇ સમુહલગ્નનુ આયોજન કરે છે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઇ તેમજ આંશિક લોકડાઉન હોવાને કારણે સમુહલગ્ન થઇ શકે તેમ ના હોય ત્યારે લગ્ન ઇચ્છુંક ૪૪ દિકરીઓને પોતાના જ આંગણે કોરોનાની ગાઇડ લાઇન મુજબ ગુજરાત સરકારના પોર્ટલ પર નોંધણી કરાવી ૨૫-૨૫ લોકોની મર્યાદામા લગ્ન કરાવી આપ્યા.

તેમજ કરિયાવરમા ૫૯ વસ્તુઓ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી લાખેણો કરિયાવર દિકરીઓને ભેટમાં આપવામાં આવ્યો, સુખી સંપન્ન પરિવાર અને સંસ્થાના માનદમંત્રી સંજયભાઈ ડાકાએ પણ પોતાની ભત્રીજી ના લગ્ન આજ દિવસે નિર્ધાયા તેમજ સોશ્યલ ગ્રુપ દ્વારા આપવામાં આવતો કરિયાવર પણ ન લઇ સમાજમાં ઉતમ દાખલો બેસાડ્યો,લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોએ કોરોનાની પરિસ્થિતિને સમજીને મર્યાદિત સંખ્યામાં વિધિ વિધાન પ્રમાણે દિકરીઓને સાસરે વળાવી માતા પિતાએ પોતાની જવાબદારી પુરી કરી સાથે સગા સ્નેહીજનોના આરોગ્યની જાળવણી ની પણ ચિતાં કરી,કરિયાવર સમિતિ હરીપર (ભુ)દ્વારા લોકડાઉનના સમયમાં પણ કરિયાવર ખરીદી કરી અને દિકરીઓને દ્યર સુધી વિતરણ થાય તેવી વ્યવસ્થાનુ આયોજન કરેલ.

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારાના પ્રમુખ ધનજીભાઈ ઢેઢી તથા સમૂહલગ્નના પ્રણેતા અને માર્ગદર્શક  નરેન્દ્રભાઈ સંદ્યાત, કે.પી. ભાગિયા, રામજીભાઈ સંઘાત, કાનજીભાઈ ભાગિયા, ભવાનભાઈ ભાગિયા, સર્વે હોદેદારશ્રીઓ, સ્વયંસેવકો તથા તમામ દાતાશ્રીઓ પ્રસંશનીય કામગીરી કરી તે બદલ તેવો પણ અભિનંદનને પાત્ર છે.

(12:58 pm IST)