Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

પોરબંદરમાં ગાંધીજીનું અપમાન કરતો વિડીયો વાઇરલ કરનાર સામે કડક પગલા લેવા માંગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૮: રાષ્ટ્રપિતા ગાંધીજીનું અપમાન કરતો વિડીયો બનાવીને સોશ્યલ મીડીયામાં વાઇરલ કરનારને પકડી પાડીને તેની સામે કડક પગલા લેવાની માંગણી ગાંધીપ્રેમી જયેશભાઇ હિંગરાજીયાએ કરી છે.

સોશ્યલ મીડીયામાં ગાંધીજીના અપમાન કરતા ગીતો સાથે એનીમેશન વિડીયો બનાવીને વાઇરલ કરનાર સામે ગાંધીપ્રેમી જયેશભાઇ હિંગરાજીયાએ રોષ વ્યકત કર્યો છે.

ગાંધીજીના અપમાન કરનારને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા જયેશભાઇએ માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ પહેલા પણ ગાંધીજીનું અપમાન કરતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થયેલ અને તે સમયે સામાજીક કાર્યકર દિનેશભાઇ મશરૂએ આવા વિડીયો વાઇરલ કરનાર સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે સામાજીક કાર્યકર દિનેશભાઇનું નિવેદન લઇને સંતોષ માન્યો હતો. આરોપી હાથ આવેલ નહોતા.

(12:56 pm IST)