Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જુનાગઢમાં સેલ્સ ઇન્ડિયાના ગોડાઉનમાંથી રૂ.૩.૭૩ લાખના ઇલેકટ્રીકસ એપ્લાયન્સની ચોરી

વધુ ગોડાઉનમાં તસ્કરોનાં તરખાટથી હલચલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૮ : જુનાગઢમાં તસ્કરો  સેલ્સ ઇન્ડીયાના ગોડાઉનમાંથી રૂ.૩.૭૩ લાખના ઇલેકટ્રીકસ એપ્લાયન્સની ચોરી કરીને નાસી જતાં સનસની મચી ગઇ છે.

જુનાગઢમાં બે દિવસ અગાઉ વેપારીના ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં શહેરમાં ઝાંઝરડા રોડપર આવેલ ગોકુલધામ સોસાયટીના બ્લોક નં.પ૦ ખાતે સેલ્સ ઇન્ડીયાના પ્રા. લી. શોપના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાનું પોલીસ દફતરે નોંધાયુ છે.

ગત તા.૮-પ થી રર-પ દરમિયાન ગોડાઉનમાંથી માઇક્રોવેવ ઓવન મિકસર, એલઇડી ટીવી, પ્રેસર કુકર, વોટર હીટર, ઇન્વટર, એસી વગેરે મળી કુલ રૂ.૩,૭૩,૭૬૧ની કિંમતના ઇલેકટ્રીકસ એપ્લાન્સની ચોરી થયાની ફરિયાદ ગત રાત્રે બી ડીવીઝનમાં કૌશિકભાઇ નાગરે નોંધાવી હતી.

આ ચોરીમાં પેઢીના કર્મચારીઓની સંડોવણીની શંકા સેવાઇ રહી છે. વિશેષ તપાસ પીએસઆઇ એમ.આર. ગોહેલ ચલાવી રહયા છે.

(12:53 pm IST)