Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જુનાગઢ જીલ્લામાં એક જ દિવસમાં વધુ ૩૦૭ દર્દીઓ સાજા થયા

ર૪ કલાકમાં નવા કેસનો આંક ર૦૦ થી નીચેઃ મૃત્યુ ઝીરો

જુનાગઢ, તા., ર૮: જુનાગઢ જીલ્લામાં કોરોનાનો ગ્રાફ સ્થિર રહયો છે અને એક જ દિવસમાં વધુ ૩૦૭ દર્દીઓ સાજા થતા રાહત પ્રસરી છે. કોરોોનાની બીજી લહેરનો પ્રારંભીક તબક્કો અન્ય વિસ્તારોની માફક જુનાગઢ જીલ્લા માટે પણ ઘાતક સાબીત થયો હતો. જો કે છેલ્લા સપ્તાહમાં કોરોના થાકી ગયો હોય તેમ કેસમાં સતત ઘટાડો નોંધાય રહયો છે.

ગુરૂવારના ર૪ કલાકમાં જુનાગઢ સીટીના ૯૭ નવા કેસ સહીત જીલ્લામાં માત્ર ૧૯૩ કેસ નોંધાયા હતા.

નવા કેસની સામે રીકવરી રેટ પણ યથાવત રહેતા જુનાગઢ શહેરના ૯૭ સહીત જીલ્લામાં એક જ દિવસમાં ૩૦૭ કોરોના પોઝીટીવ સાજા થયા હતા.

ગુરૂવાર જુનાગઢ જીલ્લા માટે સારો રહયો હતો કેમ કે સદનસીબે ર૪ કલાકમાં એક પણ મૃત્યુ થયું ન હતું.

બીજી તરફ જીલ્લામાં કોરોના વેકસીનેશનની કામગીરીમાં પણ વેગ આવ્યો છે. ગઇકાલે જુનાગઢ શહેરમાં ૫૧૨ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૨૮૨૯ સહીત કુલ ૩૩૪૧ લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી.

(12:52 pm IST)