Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જામનગરના ખીમરાણા ગામે મોટર સાયકલ વેચ્યા પછી આરસી બૂક લેવા બાબતે સામસામી બઘડાટી બોલી

મોડપરમાં કોઇએ કેબીન સળગાવી નાંખીઃ સાયકલ ઉપર કપડા વેચવા જતા આધેડનું ટ્રક હડફેટે મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: પંચ એ પોલીસ સ્ટેશનમાં ગીરીશભાઈ પુંજાભાઈ ધારવીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમરાણા ગામે ફરીયાદી ગીરીશભાઈના ભાઈ રાજેશે આરોપી દિવ્યેશ મઘોડીયા ને મોટરસાયકલ વહેચેલ હોય અને આરોપી દિવ્યેશ, અમીત, રજનીકાંત ઉર્ફે ભરત ચૌહાણ  તથા જયેશે ફરીયાદી ગીરીશભાઈના ઘરે ગુનો કરવાના ઈરાદાથી અપ્રવેશ કરી મોટરસાયકલની આર.સી.બુક કયા છે આર.સી.બુક લાવો તેમ કહી ફરીયાદી ગીરીશભાઈને ગાળો બોલી આરોપી રજનીકાંતે છરી કાઢી ફરીયાદી ગીરીશભાઈને ડરાવી તથા ચારેય આરોપીઓએ ફરીયાદી ગીરીશભાઈને ઢીકાપાટુનો માર મારી બાદમાં ફોન કરી અન્ય અજાણ્યા ઈસમોને બોલાવી તેઓએ ફરીયાદી ગીરીશભાઈના ફળીયામાં પડેલ વાહનો મોટરસાયકલમાં તોડફોડ કરી નુકશાન કરી ગાળો બોલી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

જયારે સામે પક્ષે  પંચ એ પોલીસ સ્ટેશનમાં રજનીકાંત ઉર્ફે ભરત હર્ષદભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમરાણા ગામે ફરીયાદી રજનીકાંત તથા સાહેદો આરોપી ગીરીશ પુંજાભાઈ ધારવીયાના ભાઈ રાજેશ પાસેથી મોટરસાયકલ લીધેલ હતી અને તેની આર.સી.બુક રાજેશ પાસે જ હોય તે લેવા માટે ગયેલ ત્યારે આ કામના આરોપીઓ ગીરીશભાઈ પુંજાભાઈ ધારવીયા, પુંજાભાઈ, ગીરીશના સાળા એ ફરીયાદી રજનીકાંત તથા સાહેદો સાથે ઝઘડો કરી આરોપી પુંજાભાઈ  એ ફરીયાદી રજનીકાંત ને લાકડાના ધોકા વડે માથામા તથા ખંભા ઉપર ઘા મારી તેમજ ત્રણેય જણાયે ફરીયાદી રાજનીકાંતને તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી તથા વાહનોમાં તોડ ફોડ કરી ગાળો બોલી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે બે ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર–પાણખાણ શેરીનં.–૪, જાહેર રોડ પર  રાજેશભાઈ મુકેશભાઈ રાઠોડ એ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની સાથે ઝડપાઈ ગયેલ છે તથા અન્ય આરોપી દિપ સુંદરવા ની અટક બાકી હોય કાર્યવાહી હાથ ધરી છે.

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. અશોકસિંહ ઘનશ્યામસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ભાદરા ગામથી બાદનપર ગામ તરફ જતા કાચા રસ્તા ઉપર આરોપી અજયભાઈ છગનભાઈ પરમાર, દારૂની કાચની બંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં કેવલ લાખાભાઈ અરજણભાઈ ખવા એ ફરીયાદ નોંધાવી છે કે, મોડપર ગામ પાણીના ટાંકા પાસે, જશાપર રોડ, ફરીયાદી કેવલભાઈના રહેણાંકથી થોડે દૂર અજાણ્યા ઈસમ કે ઈસમોએ કોઈ કારણસર ફરીયાદી કેવલભાઈની લોખંડના પતરાની કેબીનમાં રોડ બાજુની સાઈડમાં પતરૂ તોડી રાખેલ કેબીનને કોઈ પણ જવલંતશીલ પર્દાથ નાખી કેબીન સળગાવી કેબીનની અંદર પડેલ ચીજવસ્તુઓ સળગાવી જતા અંદાજે રૂ.૧૦,૦૦૦/– નું નુકશાન કરી ગુનો કરેલ છે.

પંચ બી પોલીસ સ્ટેશનમાં પંકજભાઈ કિરણભાઈ બેવાસા એ ફરીયાદ નોંધાવી છે કે, ઠેબા ચોકડી પાસે રોડ ઉપર ફરીયાદી પંકજભાઈના પિતા કિરણભાઈ સાયકલ લઈને કપડા વેચવા જતા હોય તે દરમ્યાન આરોપી ટ્રક ડમ્પર વાહન જેના રજી.નં.જી.જે.–૧૦–ટી.એકસ–૯૦૯૦ ના ચાલકે પોતાનું ડમ્પર પુર ઝડપે ચલાવી ફરીયાદી પંકજભાઈના પિતા કિરણભાઈને ટ્રકના જોટામા લઈ પોતાનું ડમ્પર મૂકી નાશી જઈ મરણ જનાર કિરણભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

(12:50 pm IST)