Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

વેરાવળમાં ગંદુ પાણીઃ સાફ સફાઈના નામે મીંડુ

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ દ્વારા પાલિકાને આવેદન

વેરાવળ, તા.૨૮: જીલ્લા કોંગ્રેસ સમીતી દ્રારા નગરપાલિકાને આવેદન અપાયેલ હતું. તેમાં ગંદુ પાણી, સફાઈના નામે મીડું હોય જેથી આગેવાનોએ રોષભેર જણાવેલ હતું કે ખોટે ખોટા ફોટાઓ મુકી પ્રજાને ગેરમાર્ગે દોરાઈ છે પાયાની કામગીરી થતી નથી વેરાવળ શહેરના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્રારા જીલ્લા કોંગ્રેસ સમીતી વતી નગરપાલિકાને આવેદનપત્ર આપેલ હતું જીલ્લા મહામંત્રી દીપક દોરીયાએ જણાવેલ હતું કે ફકત સોમનાથ નગરપાલિકા નામની દરખાસ્ત મોકલવાથી કામગીરી પ્રજાને દેખાડવાની ન હોય પાયાની સુવિધા કરવાની હોય વોર્ડ નં. ૧થી ૧૧માં ગંદુ ધુળવાળું દુષીત પાણી આવે છે જે પીવાને લાયક હોતું નથી કોરોના મહામારી સાથે અનેક બીમારે લાવે તેવું પાણી નગરપાલિકા ત્રણ દિવસે આપી રહી છે સાથે સાથે પાણી સારૂ મળે તે માટે નગરપાલિકા કાગળ ઉપર મોટી આર્થિક રકમનો ખર્ચો પણ કરે છે તેની પણ તપાસ થવી જોઈએ.  જો શહેરમાં ચોખ્ખું અને શુઘ્ધ પાણી નહી મળે તો રોગચાળો ફેલાશે તેની જવાબદારી કોણ લેશે ?.

આવેદન પત્ર આપવા આવેલા આગેવાનો દીનેશ રાયઠઠા, લલીત ફોફંડી, નરેશ ચાવડા, બીપીન તન્ના, અફઝલ પંજા સહીત એ જણાવેલ હતું કે જયારે ચુંટણીમાં જીતી ને આવેલા નગરસેવકો નવા નવા આવેેલ હતા તે દરરોજ સફાઈ કામદારો સાથેફોટા મુકતા હતા તે હવે કયાં ખોવાઈ ગયા છે તે ખબર પડતી નથી હાલ આખા શહેરમાં રોગચાળો ફેલાય તે રીતે ઉકરડા ગંભીર રોગચાળોને નિમંત્રણ આપે છે સૌથી વધારે રાહદારીઓ,વાહન ચાલકોની અવર જવર હોય ભીડ હોય ત્યાં કચરાઓ પડેલા હોય છે ભયંકર બદબુ આવતી હોય દવાનો છંટકાવ થતો નથી તો કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ હતું કે ફકત સોશ્યલ મીડીયા માં ફોટાઓ મુકવાથી શહેરની સાફ સફાઈ થાતી નથી કામગીરી ગલ્લી એ ગલ્લી જઈ કરવી પડે માત્ર દેખાડાથી કંઈ થાય નહી તેમ જણાવેલ હતું.

(12:47 pm IST)