Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

સોમનાથ ત્રીવેણી નદી કાંઠે પ૦ દિ'માં ૧ર૦૦થી વધુ મૃતદેહોને અગ્નીદાહ અપાયોઃ પ્રભાસપાટણ કબ્રસ્તાનમાં ર૦૦થી વધારેની દફનવીધી કરાઈ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: ગીરસોમનાથ જીલ્લાનું સૌથી મોટું વડુ મથક વેરાવળમાં મોટી સીવીલહોસ્પીટલ તેમજ અન્ય ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓ આવતા હોય છેછેલ્લા પ૦ દિવસ દરમ્યાન દરરોજ ર૦ થી રપ મૃત્યુ થયેલ હોય તેવું બિન સતાવાર રીતે સ્મશાન ઘાટ તેમજ કબ્રસ્તાનની વ્યવસ્થા સંભાળતા હોય તેમની પાસેથી જાણવા મળેલ છે બન્ને જગ્યાએ ૧૪૦૦ થી વધારે મૃત્યુનો આંકડો બિન સતાવાર બહાર આવેલ છે સતાવાર રીતે ૮પ૦ થી ૯૦૦નો આંકડો પાલિકામાં જાણવા મળેલ છે.

ભારતની અનેક પવિત્ર નદીમાં ત્રીવેણી નદી પણ આવે છે ત્યાં પ૦ દિવસમાં ૧ર૦૦ થી વધારે મૃતદેહને અગ્નીદાહ અપાતા તેમની રાખ અને અસ્થી થી નદી ભરાઈ ગયેલ હોય સતત લાકડાની ભઠીઓ તેમજ ગેસ આધારીત ભઠી ચાલું રહેલ હોય તેથી મૃતદેહને અંતિમ સંસ્કાર આપતા સેવાભાવી કાર્યકરો પણ આ ભયાવહ મૃત્યુ આંક જોઈને કંપાવનાર હતો.

   નગરપાલિકા મરણ નોંધ શાખા તરફથી જાણવા મળેલ છે કે સામાન્ય રીતે દર મહીને ૧રપ થી ૧૭પ મૃત્યુની નોંધ આવે છે પણ છેલ્લા પ૦ દિવસ માં અંદાજીત ૮પ૦ થી વધારે મૃત્યુ નોંધ થયેલ છે જે ચાર ગણો વધારો છે.

સ્મશાન ઘાટમાં સેવા કરતા જેસલભાઈ ભરડા તેમજ નગરપાલિકાની ગેસ ભઠ્ઠી સંભાળતા મનોજ ચાવડાએ જણાવેલ હતું કે લાકડાની ભઠ્ઠીઓ અંતિમ વીધી માટે વધારવી પડેલ હતી કયારેક કયારેક તો એક સાથે ૧ર થી ૧૪ નો અગ્નીદાહ આપવો પડતો હતો અમુક દિવસોમાં ૩પ થી ૪૦ મૃતદેહો પણ આવેલ હોય ત્યારે સેવાભાવી  લોકો પણ ખુટી પડતા હતા.

ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા એ જણાવેલ હતું કે લાકડાઓ ખલાસ થઈ જતા સંસ્થાઓ, ટ્રસ્ટમાં અપીલ કરાતા ટ્રેકટર ૧૧૭, મોટી ગાડી ૪, છકડો રીક્ષા ૧૮, ટા્રન્સપોર્ટ વાહન ૧ર, કુલ ૧પ૧ વાહનો દ્રારા ૭૦૦ ટન જેટલું લાકડું આવેલ હતું ગેસભઠી હોય ત્યારે મૃતદેહ લાકડામાં અગ્નીદાહ અપાતો હતો વેરાવળ સોમનાથ સહીત આજુ બાજુના વિસ્તારમાંથી મૃતદેહો અંતિમવીધી માટે આવતા હતા જે રીતે લાકડું નો વપરાશ થયેલ છે તેથી મૃત્યુઆંક કેટલો હશે તેની ગંભીરતા સમજી શકાય તેમ છે.

 વેરાવળ મોટા કબ્રસ્તાન તેમજ પ્રભાસપાટણ કબ્રસ્તાનમાં પણ બિન સતાવાર ર૦૦ જેટલા મૃતદેહની દફનવીધી થયેલ હોય તેમ જવાબદારો પાસે જાણવા મળેલ છે.

કોરોના કહેરનો સાચો ચિતાર ખુબ ભયાવહ છે ભલભલાના રૂવાડા ઉભા થઈ જાય તે આંકડો બહાર આવેલ છે અનેક જુવાન મૃત્યુઓ થતા ભારે અરેરાટી પણ આ વિસ્તારમાં ફેલાઈ છે અંતિમવીધી માટે મૃતદેહની રાખ, અસ્થી થી નદી પણ સ્મશાન ની બાજુ ભરાઈ ગયેલ હોય પવિત્ર નદી માં પ૦ દીવસ ની અંદર આટલા મૃતદેહો આવતા ભારે કંપવનારૂ દ્રશ્ય હજુ પણ સ્વયંમ સેવકોની સામે આવે છે ત્યારે ધુ્રજી જાય છે.

સરકાર દ્રારા કોરોના જયારે કાબુ માં છે ત્યારે દર્દીઓને કોઈ હાલાકી ન થાય તે માટે બેડ, ઓકસીજન, ઈન્જેકશન, દવા માટેનું આયોજન કરે તે માટે અંતિમ વીધી કરનારા સ્વયંમ સેવકોએ પણ માંગ કરી છે.

ગોવિંદપરા ગામે જુગાર રમતા ઝડપાયા

ગોવિંદપરા ગામે કોરોના કપરા કાળ માં ચાર જુગારીઓ પાનની દુકાન પાસે જાહેર માં જુગાર રમતી હોય તેવી બાતમી મળતા દરોડો પાડતા સલીમ હુસેનભાઈ ચોરવાડા,ઈકબાલ કાલુભાઈ મુગલ, સરફરાજ યુસુબભાઈ તવાણી,હુસેન ઈસાભાઈ ગોહેેલને રોકડા ૧રપ૧૦ સાથે ઝડપી પાડેલ હતા.

(12:47 pm IST)