Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

રાજકોટના સમીર સોરઠીયાના જુગાર અડ્ડાનો પર્દાફાશઃ પાંચની ધરપકડ

વિસાવદરનાં ઇશ્વરીયાની સીમમાં ક્રાઇમબ્રાંચનો દરોડો રૂ.૩.૩૩ લાખનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૮ : જુનાગઢ ક્રાઇમબ્રાંચે વિસાવદરના ઇશ્વરીયાની સીમમાં દરોડો પાડી રાજકોટના સમીર સોરઠીયાનો જુગાર અડ્ડો પકડી પાડી પાંચ જુગારીની રૂ.૩.૩૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

વિસાવદર તાલુકાનાં ઇશ્વરીયા ગામની સીમમાં અરવિંદ વાલાભાઇના ખેતરે આવેલ રહેણાંક મકાનમાં રાજકોટમાં સહકાર મેઇન રોડ પીપળીયા હોલ પાસે, ભકિતનગર ન્યુ રામેશ્વર-૪માં રહેતો સમીર મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ સોરઠીયા પટેલ (ઉ.વ.૩૮) નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં જુનાગઢ એસ.પી રવિ તેજા વાસમ શેટીની સુચનાથી ક્રાઇમબ્રાંચે દરોડો પાડયો હતો.

એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોહિલ તથા બડવા તેમજ કોન્સ્ટેબલ ભરતભાઇ વગેરેની કાર્યવાહીમાં જુગારધામના સંચાલકે સમીર સોરઠીયા તેમજ રાજકોટના માનવતા નિવાસ સનાતન પાર્ક શેરી નં.૧, ગણેશ માર્બલ પાસે કોઠારીયા રોડ ખાતે રહેતા જગદીશભાઇ ગાંડુભાઇ સોરઠીયા (ઉ.વ.પ૦) તેમજ રાજકોટનાં ભારતીનગર શેરી નં.૪ નંદા હોલની બાજુમાં કોઠારીયા મેઇન રોડનો ભાવેશભાઇ મનસુખભાઇ ઢોલરીયા પટેલ (ઉ.વ.૩પ) તેમજ ગોંડલના ખોડપરામાં ચબુતરા સામે વેલજીભાઇ કડીયાના મકાનમાં ભાડેથી રહેતો અનીલ ઉર્ફે બાબુભાઇ ગોરધનભાઇ સોરઠીયા (ઉ.વ.૪૪) અને મેંદરડાનાં બરવાળા ગામના ગોકળભાઇ રાઘવભાઇ રાખોલીયા પટેલ (ઉ.વ.૬ર)ને જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રૂ.પ૧૦ર૦ની રોકડ, નાલના રૂ.૧૬૦૦ તથા રૂ.ર૧૦૦૦ના પાંચ મોબાઇલ તેમજ એક મોટર સાયકલ તેમજક ાર મળી કુલ રૂ.૩,૩૩,૬ર૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:46 pm IST)