Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

દારૂ વેચવાની ના પાડતા પતાવી દીધો : ઘેડના સરમા ગામે મળેલ લાશનો ગુન્હો હત્યામાં પલટાયો

જુનાગઢ, તા. ર૮ :  શીલ તાબેના સરમાં (ઘેડ) ગામે અકસ્માતે મોતનો બનાવ જાહેર થયેલ જેસ ખરેખર ખુનનો બનાવ હોય જે ગુન્હાને અંજામ આપનાર આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લઇ ખુનનો ગુન્હો જુનાગઢ જિલ્લા પોલીસે ડીટેકટ કરેલ છે.

આ કામે મનોજ ઉર્ફે ભરતભાઇ રણમલભાઇ વાઢીયા કોળી વિ. ઉ.વ.૩૮ ધંધો ખેતી રહે. શરમા (વાઢીયા શેરી તા. માંગરોળ શીલ પો. સ્ટે. આવી જાહેર કરેલ કે. મરણ જનાર લખમણભાઇ રાણાભાઇ વાઢીયા કોળી (ઉ.વ.૪ર) ધંધો મૂજીર રહે. શરમા કોઇ અગમ્ય કારણોસર મરણ જનારની લાશ શમા ઘેડથી માધવપુર જતા રસ્તા ઉપર ચામુંડા માતાજીના મંદિરના પાસે લોહી લુહાણ હાલતમાં પડેલ છે. જે શીલ પો. સ્ટે. અ. મોત નં. ૦૮/ર૦ર૧, તા. ર૦-૦પ-ર૧ ના જાહેર થયેલ.

ઉપરોકત બનેલ બનાવની ગંભીરતા ધ્યાને લઇ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી માર્ગદર્શન હેઠળ ઉપરોકત બનાવના શંકાસ્પદ જણાતા ખરેખર આ અકસ્માત નહી પરંતુ ખુનનો બનાવ હોય જેથી ઉપરોકત બનાવના મુળ સુધી પહોંચી ખરી વાસ્તવિક હકિકત સામે લાવવા પો. અધિક્ષક દ્વારા સુચના કરી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બનાવી શીલ પો. સ્ટે. રવાના કરવામાં આવેલ.

તેમજ માંગરોળ ડીવીઝનના ના. પો. અધિ. જે.ડી. પુરોહિત તથા પો. ઇન્સ.એચ.આર.ભાટી તથા ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના પો. સ.ઇ. આર.કે. ગોહિલ તથા પો. સ.ઇ. ડી.જી. બડવા તથા પો. સ્ટાફ તથા શીલ પો. સ્ટે.ના પો.સ.ઇ. વિ.કે.ઉજીયા તથા પો. સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસમાં હતા. તેમજ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. ડી.જી. બડવા તથા પો. કોન્સ. ભરતભાઇ સોનારા, દિવ્યેશકુમાર ડાભી તથા દિનેશભાઇ કરંગીયા મરણજનારના સગા વ્હાલા કુટુંબના સભ્યોને મળી તપાસમાં હતા અને આ કામના ફરીયાદી મરણ જનારના બહેન રંજનબેન મેરખીભાઇ ભોજાભાઇ ખાખસ કોળી ઉ.વ.૩૯ ધંધો ઘરકામ રહે. અમીપુરગામ તા. કુતીયાણાવાળીની પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે ફરીયાદીના ભાઇ લખમણભાઇ રાણાભાઇ વાઢીયા ઉ.વ.૪ર) રહે. સરમા ગામવાળાને આરોપી મુળભાઇ ભુરાભાઇ વાઢીયા કોળી રહે. સરમા રૂપિયા ૧૧૦૦/- આપી દેશી દારૂ વેચવાનું કહેતા કરીના ભાઇ લખમણભાઇએ ના પાડતા આરોપીએ ફરી નાભાઇ લખમણભાઇને મંદિરના ઓટલા  ઉપરથી નીચે પછાડી દઇ વાસના ધોકાથી છાતી ઉપર ઘુસતા મારી તેમજ માથુ પકડી દીવાલમાં ભટકાડી મોત નિપજાવેલ હોવાની હકિકત આપતાં.

જે બાબતે શીલ પો. સ્ટે. તા. ર૧-પ-ર૦ર૧ ના રોજ ખુનનો ગુન્હો દાખલ થયેલ. અને આ બનાવને અંજામ આપનાર આરોપી મુળુ ભુરાભાઇ વાઢીયાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમના પો. સ. ઇ. સ. ડી. જી. બડવા તથા ભરતભાઇ સોનારા, દિવ્યેશભાઇ ડાભી, દિનેશભાઇ કરંગીયા તથા શીલ પો. સ્ટે.ના પો. કોન્સ. દિનેશભાઇ ખીમાભાઇ ભેડા તથા અજય બચુભાઇ ડવ વિ. પો. સ્ટાફના માણસો પ્રયત્નશીલ હોય દરમ્યાન મુળુભાઇ વાઢીયા તેના રહેણાંક મકાને હોવાની હકિકત મળતા આરોપીને દબોચી લઇ પુછપરછ કરતા કબુલાત આપતા મજકુરને આગળની કાર્યવાહી અર્થે શીલ પો. સ્ટે.ને સોંપી આપેલ છે.

માંગરોળ ડીવીઝનના ના. પો. અધિ. જે. ડી. પુરોહિત તથા ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના ઇ.ચા. પો. ઇન્સ. એચ. આઇ. ભાટી તથા માંગરોલ સી.પી.આઇ. એસ. એન. ગોહીલ  તથા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો. સ. ઇ. આર. કે. ગોહીલ તથા પો. સ. ઇ. ડી. જી. બડવા તથા શીલ પો. સ્ટે.ના પો. સ. ઇ. વી. કે. ઉંજીયા તથા ક્રાઇમ બ્રાન્ચ પો. સ્ટાફના પો. કોન્સ. ભરતભાઇ સોનારા, દિવ્યેશભાઇ ડાભી તથા શીલ પો. સ્ટે.ના પો. કોન્સ. અમીતભાઇ બાબરીયા, ખીમજીભાઇ સીસોદીયા, દિનેશભાઇ ભેડા તથા અજયભાઇ ડવ વિગેરે પો. સ્ટાફ એ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(12:01 pm IST)