Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મોરબીમાં લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૮ : મોરબી-માળિયાના જુદા જુદા ગામના ખેડૂતોએ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત કરી હતી કે લદ્યુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી થતી હતી તે બંધ હોય ચોમાસા પૂર્વે ખેડૂતોના ઘરમાં પડેલ દ્યઉંની ખરીદી કરવી જરૂરી હોય જે રજૂઆતને પગલે ઘઉંની ખરીદી અંગે ધારાસભ્યે કરેલી રજૂઆત બાદ નિર્ણય કરી ખરીદી પુનઃ શરૂ કરાઈ છે.

ખેડૂતોના હિતમાં ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ બંધ થયેલ ઘઉં ખરીદી કેન્દ્રોને ચાલુ કરવા રાજયના મંત્રી જયેશભાઈ રાદડિયા સુધી લાગણી પહોંચાડી હતી જેથી ગુજરાતના પુરવઠા નિગમ અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના સંયુકત સાહસમાં ખેડૂતોના દ્યઉં પ્રતિ કિવન્ટલ રૂ ૧૯૭૫ ના ભાવે પ્રતિ હેકટર દીઠ ૨૮૯૪.૯૪ કિલો ગ્રામ ખરીદવા નિગમના નિયત કેન્દ્રો પર ઘઉં ખરીદી ચાલુ કરવામાં આવી છે.

મોરબી અને ટંકારા તાલુકાના ખેડૂતો માટે વીરપુર ખાતે પોલીપેકમાં દ્યઉં ખરીદી કેન્દ્ર કાર્યરત થયું છે નોંધણી થયેલા ખેડૂતોને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવી રહી છે જયારે માળિયા તાલુકાના ખેડૂતો માટે પુરવઠા નિગમના ગોડાઉન પર ઈ ગ્રામ કેન્દ્ર કે નિગમન સમક્ષ કરેલ નોંધણીના આધારે ખેડૂતોના ઘઉં ખરીદવા તજવીજ હાથ ધરી છે.(૪૫.૪)

 

મોરબીના સેવાભાવી નિરંજનભાઇએ વાવાઝોડાના નુકશાન થયેલ ઘર માટે ૮ હજારથી વધુ નળિયાની સહાય

મોરબી તા.૨૮ : નાના ગામોમાં વાવાઝોડાના કારણે દ્યણા લોકો દ્યરવિહોણા બન્યાં છે. ત્યારે પરશુરામ યુવા ગ્રુપ-મોરબીનાં પ્રમુખ નિરજભાઈ ભટ્ટ દ્વારા તેમનાં જન્મસ્થળ એવાં અમરેલીનાં ડેડાણ ગામે જેમના દ્યરના નળીયાને નુકસાન થયું તેવા પરિવારોની વ્હારે આવી ૮૦૦૦ જેટલા નળીયાની સહાય કરી જન્મભૂમિનું ઋણ અદા કરવામાં આવ્યું છે.

નિરજભાઈનો જન્મ અમરેલીનાં ડેડાણ ગામે થયો છે અને હાલ તેઓ મોરબીમાં સ્થાયી થયાં છે. ત્યારે તાઉલૃતે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં જે તબાહી મચાવી છે. તેના કારણે ડેડાણ ગામે દ્યણાં લોકોનાં દ્યરનાં નળીયાને નુકસાન પહોંચ્યું છે. જે વાતની જાણ થતાં લોકોની પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ જન્મભૂમિનું ઋણ ચૂકવવાનાં તથા સેવાનાં આશયથી તેઓ તાત્કાલિક ૮૦૦૦ જેટલા નળીયા ડેડાણ ગામે પહોંચાડી ખૂબજ ઉમદા કાર્ય કર્યું હતું. અને સાચા અર્થમાં લોકોની વ્હારે આવી જન્મભૂમિનું ઋણ અદા કર્યું હતું.

(12:05 pm IST)