Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ઉપલેટા પાલિકા અને ચેમ્બર દોઢ મહીનાનું લોકડાઉન સફળ

( ભરત દોશી દ્વારા )ઉપલેટા,તા.૨૮:  નગરપાલિકા તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ ૧૫/૪/૨૦૨૧ થી ૩૦/૫/૨૦૨૧ સુધીનુ દોઢ મહીનાનુ સફળ લોકડાઉન આ લોકડાઉનમા ૧૩ દિવસ સંપૂર્ણ ધંધા રોજગાર લારીગલ્લા બંધ રાખેલ હતા. આ લોકડાઉનથી હાલ ઉપલેટા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૮૦ ટકા જેટલા કોરોનાના કેસમાં દ્યટાડો જોવા મળ્યો અને કોરોના સામેની લડાઈમાં ઉપલેટા શહેરના લોકો વેપારીઓ નાના ધંધાર્થીઓ તેમજ લારી-ગલ્લા ખાણીપીણીના લોકોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ ઉપલેટા નગરપાલિકા તથા ચેમ્બર ઓફ કોમર્સ બધાનો આભાર માને છે.હજુ પણ કોરોના સામેની આ લડાઈ ચાલુ રહેશે તારીખ ૩૧/૫/૨૦૨૧ સોમવારથી લોકડાઉન ખુલશે ત્યારે તમામ પ્રકારના વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ થશે ત્યારે તમામ વેપારી મિત્રો લારી ગલ્લાવાળાને અપીલ છે કે  માસ્ક ફરજીયાત પહેરો આવતા ગ્રાહકોને માસ્ક સાથે જ દુકાનમાં પ્રવેશ આપો સેનીટાઈઝરનો ઉપયોગ કરો અને ખાસ સોશ્યલ ડિસ્ટન્સ રાખો વધુ ભીડ થવા ન દેવી વારંવાર હાથ ધોવો તો આ કોરોના સામેની લડાઈમાં જીતીશુ અને ભવિષ્યમાં ઉપલેટામાં કોરોનાને પ્રવેશ કરવો મુશ્કેલ બનશે જરૂરી કામ વગર ઘરની બહારના નીકળવુ આટલુ પાલન કરશો તો પરિવાર સુરક્ષિત રહેશે.

(11:47 am IST)