Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

૧ જુનથી માછીમાર વેકેશન

(મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર૮ :.. મદદનીશ મત્સય ઉદ્યોગ નિયામક - ગીરસોમનાથ દ્વારા ગુજરાત સરકાર મત્સય ઉદ્યોગ કાયદો ર૦૦૩ તથા ગુજરાત મત્સય ઉદ્યોગ અધિનીયમ ર૦૦૩ અન્વયે એક જાહેરનામુ બહાર પાડી જણાવાયું છે કે ગીરસોમનાથ જીલ્લાના તમામ બંદરોના બોટ માલિકોને જણાવવામાં આવે છે કે જીલ્લાના દરિયાઇ કાંઠાના પ્રાદેશીક જળક્ષેત્રમાં માછીમારી ઉપર પ્રતીબંધ મુકવામાં આવે છે.

આ પ્રતિબંધ ૧ જૂન ર૦ર૧ થી તા. ૩૧ જુલાઇ ર૦ર૧ સુધી આંતરદેશીય તથા પ્રાદેશીક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

પ્રતિબંધમાંથી નોન-મોટોરાઇઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે.

ફીસરીઝ અધિકારી તુષાર પુરોહીત અને એસ. એન. સયાણીએ જણાવ્યું કે આ બે માસ દરમ્યાન નવાં કોઇ ટોકન દરિયામાં વહાણ લઇ જવા અપાશે નહીં અને આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સય ઉદ્યોગ કાયદો ર૦૦૩ ની કલમ અનુસાર પગલા લેવાશે આ નિયમની જાણ કોસ્ટગાર્ડ-મરીન પોલીસ અને માછીમાર સમાજના  અગ્રણી સંસ્થાઓને પણ કરાઇ છે.

(11:42 am IST)