Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

દામનગર સિવિલ હોસ્પિટલને ઓકિસજન મશીન અર્પણ

 દામનગર : ઉદારદિલ વતન પ્રેમી અમેરિકા સ્થિત સોરાષ્ટ્ર પટેલ કલ્ચરલ ગ્રૂપ દ્વારા બે ઓકિસજન કોનસેટ્રેટર મિશન ની સિવિલ હોસ્પિટલ ને અર્પણ કરતા ધારાસભ્ય શ્રી ઠુંમર અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર એમ. કે સાવલિયા સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના દેવચંદભાઈ આલગિયા તાલુકા કોગ્રેસ અગ્રણી આંબાભાઈ કાકડીયા. રામજીભાઈ ઈસામલિયા વિપક્ષ નેતા જીતુભાઇ નારોલા કનુભાઈ બોખા મહિપતબાપુ દિલીપભાઈ અજમેરા દેવેન્દ્ર જૂઠાણી ભાવેશભાઈ ખખ્ખર અરવિંદભાઈ બોખા રમેશભાઈ નારોલા ધીરુભાઈ નારોલા કિશોરભાઈ વાજા રદ્યુભાઈ સાસલા ભુપતભાઇ માંડલીયા અનુભાઈ ચુડાસમાનગરપાલિકા ના સદસ્ય શ્રીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ વેપારી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ઓકિસજન કોનસેટ્રેટર મિશન લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી.જનસેવા માટે વતન થી દુરસદુર હોવા છતાં માદરે વતન ની વ્હારે આવતા ઉદારદિલ દાતા ઓની દિલેરી ને બિરદાવતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા હોસ્પિટલ ડોકટર શ્રી રાઠોડ સાહેબ ડો મલાની મેડમ મેડિકલ સ્ટાફ લેબટેકિનશિયલ સાગરભાઈ એકસરે દીપકભાઈ સોજીત્રા ફાર્માસટ્યુટ કૃપાબેન ઓપીડી સ્ટાફ મહેન્દ્રભાઈ જોશી નર્સીગ સ્ટાફ ની સેવા ની સરાહના કરી હતી દામનગર સિવિલ ની ઉત્ત્।મ સેવા બદલ સર્વે ને ધારાસભ્ય શ્રી ઠુંમરે શુભેચ્છા પાઠવી હતી.(તસ્વીર : વિમલ ઠાકર, દામનગર)

(11:37 am IST)