Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ઇન્ડોનેશિયાની જળસીમામાં ક્રુ મેમ્બર ગૂમ થયાની એન્ટ્રી અલંગ મરીન પોલીસે નોંધી !

ગુમ થયેલ ક્રુ મેમ્બર ક્રિષ્ના રસોયો હતો : દરિયામાં શોધખોળ કરતા તે સમયે ના મળ્યો

ભાવનગર તા.૨૮ : ઇન્ડોનેશિયાથી અહીંના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની અંતિમ સફરે આવતા જહાજમા ભારતના કેપ્ટન સહિત તેર ક્રુ મેમ્બર હતા.તેમાંના એક ક્રૂ મેમ્બર જહાજ માંથી જ લાપત્ત્।ા બન્યાની જાણવા જોગ ફરિયાદ અલંગ મરીન પોલીસ મથકે નોંધાઈ છે !

બનાવ અનુસંધાને અલંગ મરીન પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ગત.તા ૧ ના રોજ ઇન્ડોનેશિયાથી MT મેગા નામનું જહાજ અલંગ ખાતે આવવા રવાના થયેલ.જેમાં કેપ્ટન સહિત તેર વ્યકિત હતા.ગત.તા ૪ ના રોજ કૃ મેમ્બર ક્રિષ્ના જે કુકનું કામ કરતા હતા.તેઓને કેપ્ટન વિનયશીંગ વિક્રમચંદ કાઓસએ સૌ માટે જમવા લાવો તેમ કહેલ. એ સમયે કુક ઓકે કહીને રવાના થયેલ.સમય વિતવા છતાંય કુક દ્વારા ભોજન પીરસવામાં ન આવતા તપાસ કરતા રસોઈ ઘરમાં કુક મળી ન આવતા આખાય જહાજમાં તપાસ હાથધરી હતી. જહા માં પત્ત્।ો ન લાગતા મળી દરિયાના પાણીશોધખોળ શરૂ કરેલ.જહાજ પરત લઈ ને પણ શોધમાં આવેલ. ન મળતા ઇન્ડોનેશિયા તંત્રને જાણ કરવામાં આવતા તેમના દ્વારા બે દિવસ સર્ચ કરવામાં આવેલ.તેમ છતાંય કુક ક્રિષ્ના નો પત્ત્।ો ન લાગતા તા.૭ ના રોજ જહાજ અલંગ આવવા રવાના થયેલ.

આજે કેપ્ટન વિનયશીંગ કાઓસની જાહેરાત લઈ કુક ક્રિષ્ના લાપતા બન્યાની નોંધ કરી અલંગ મરીન પોલીસે કાર્યવાહી કરી છે. કેપ્ટનની ફરિયાદ લેનાર હેડ.કો. માયડાએ જણાવ્યું હતુંકે તમામ ક્રુ મેમ્બર ભારતીય છે.

(11:33 am IST)