Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ગોંડલ રામદ્વાર પાસે ગાંજા સાથે પકડાયેલ આરોપીના ચાર્જશીટ બાદ જામીન મંજૂર

ગોંડલ તા. ૨૮ : ગત તા. ૧૯-૩-૨૦૨૧ના રોજ એસ ઓ જી. રાજકોટ ગ્રામ્યના પો.સબ.ઇન્સ. એચ એમ રાણાએ ગોંડલના નાની બજાર ગુંદાળા શેરી વોરાની મસ્જીદ પાસે કલભાના નાકામાં રહેતા સોયબ અશરફભાઇ તેલી મેમણને બાતમીના આધારે રેઇડ કરતા આરોપી પાસેથી ૧૦ કિલોગ્રામ ગાંજાના ઘટકોવાળો માદક પદાર્થનો જથ્થો જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦નો મુદામાલ કબજે કરેલ તે અંગેની ફરીયાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી સોયબ અશરફભાઇ તૈલી વિરૂધ્ધ નોંધાવેલ હતી.

આરોપીની સામે તપાસ પુર્ણ થઇ જતા અને ચાર્જશીટ રજુ થઇ જતા તેમના એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત જામીન પર છુટવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરેલ હતી. આરોપી તરફે એડવોકેટએ જામીન પર મુકત કરવા માટે દલીલ કરવામાં આવેલ હતી કે, તહોમતદાર પાસેથી ૧૦ કિલો મુદામાલ મળી આવેલ છે અને ફરીયાદીની ફરીયાદ મુજબ એવું પણ લખેલ છે કે, ભેજયુકત કાળાશ પડતા લીલા રંગના વનસ્પતી જન્ચ ગજાના ઘટકોવાળા પદાર્થ' જે હકીકતને ધ્યાને લેતા હાલના તહોમતદાર પાસેથી ભેજવાળી મુદામાલ કબજે કરેલ હોવાનું જણાવેલ છે જે હકીકતે ધ્યાને લેતા કાયદા મુજબ મુદામાલ સુકાઇ ગયા બાદ તેમનું ચોખ્ખું વજન તપાસ કરનાર અમલદારે જણાવવું જોઇએ તથા તહોમતદાર પાસેથી જે મુદામાલ કબજ કર્યાનું કહેવામાં આવેલ છે તે મુદામાલ સ્મોલ કોન્ટીટીથી વધુ અને કોમર્શીયલ કોન્ટીટીથી ઓછો હોય જે હકીકત ધ્યાને લેતા વધુમાં વધુ ૧૦ વર્ષની સજાની જોગવાઇ રહેલી હોય તહોમતદારને જામીન પર મુકત કરવા અરજ છે.

વિશેષમાં એવી પણ દલીલ કરવામાં આવેલ છે કે એન ડી પી એસનો કાયદાની જે મેન્ડેટરી જોગવાઇ રહેલી છે જે મતનું પાલન કરવામાં આવેલ નથી અને હાલ કેસની તપાસ પુરી થઇ ગયેલ છે. ચાર્જશીટ રજુ થઇ ગયેલ છે જેથી સાક્ષી પુરાવા ફોડવાનો કોઇ સવાલ નથી અને કોર્ટ જે કોઇ શરતો ફરમાવશે તે તમામ શરતોનું પાલન કરવાની ખાતરી આપેલી જે તમામ દલીલો અને વિવિધ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઇને સેશન્સ કોર્ટે આરોપી શાયબભાઇ અસરફભાઇ તેલીને રૂ. ૨૫,૦૦૦માં જામીન પર અમુક શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ સેશન્સ કોર્ટે કરેલ હતો.

આ કામના આરોપી સોયલ અશરફભાઇ તેલી તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટ અંશ ભારદ્વાજ દિલીપ પટેલ, ધીરજ પીપળીયા ગૌતમ પરમાર અમૃત ભારદ્વાજ, દીલીપ પટેલ ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર વિજય પટેલ. કલ્પેશ નસીત રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, જજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, ડો. તારક માવત, કાર્તીકેય મહેતા, ગૌરાંગ ગોકાણી વિગેરે રોકાયા હતા.

(11:30 am IST)