Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ગોંડલ પાસે ચરખડીના પાટીયે હિટ એન્ડ રનનો બનાવઃ દરીયાભાઇ ગણાવાનું મોત

મુળ એમપીના આધેડ રાતે ગોંડલથી વાડીએ જવા નીકળ્યા ને કાળ ભેટ્યોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૮: ગોંડલના ચરખડીના પાટીયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઉલાળતાં તેના ચાલક ગોંડલ સબ જેલ સામે ઝૂપડપટ્ટીમાં રહેતાં મુળ મધ્યપ્રદેશ ગરબાડાના દરીયાભાઇ ફતીયાભાઇ ગણાવા (ઉ.વ.૪૫)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

દરિયાભાઇ રાતે ગોંડલથી ચરખડી તરફ વાડીમાં મજૂરી કરતાં હોઇ બાઇક હંકારી વાડીએ જવા નીકળ્યા હતાં. ત્યારે ચરખડીના પાટીયે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(10:53 am IST)