Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

નુકશાનીનો તાગ મેળવવા કેન્દ્રીય ટીમના સૌરાષ્ટ્રમાં ધામા

રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ મોટરમાર્ગે ગીર સોમનાથ, અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા

તાઉતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં થયેલ નુકશાનીનો તાગ મેળવવા ગુરૂવારે રાજકોટ એરપોર્ટ પર ઉતરેલ કેન્દ્રીય ટીમે ટુંકુ રોકાણ કરેલ તે સમયની તસ્વીરમાં જીતેશ શ્રીનીવાસ, રાજીવ પ્રતાપ દુબે, સહીતના અધિકારીઓ નજરે પડે છે. અહીંથી અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લામાં જવા માટે તેઓએ પ્રયાણ કર્યુ હતુ.

રાજકોટ તા. ૨૮ : તાજેતરમાં તાઉતે વાવાઝોડું ગીર-સોમનાથ, અમરેલી સહીત વિવિધ જિલ્લાઓમાંથી પસાર થતા મોટા પાયે નુકસાન થયું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાવાઝોડાની અસરને પરિણામે થયેલ નુકસાનનો સર્વે કરવા કેન્દ્રમાંથી સંયુકત ટીમના ગઠન બાદ આજરોજ હવાઈ માર્ગે તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતાં.

 મિનિસ્ટ્રી ઓફ અફેર્સના જોઈન્ટ સેક્રેટરીશ્રી પ્રકાશના વડપણ હેઠળ વિવિધ વિભાગની સંયુકત ટીમ જેમાં સુભાસ ચંદ્રા (ડિરેકટર)- મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલચર ન ફાર્મર્સ વેલ્ફેર, હર્ષ પ્રભાકર (એકસઝી. એન્જીનીયર)  - મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સ્પર્ટ એન્ડ હાઇવે, મહેશકુમાર ડિરેકટર (એફ.સી.ડી) - મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ,  જીતેશ શ્રીવાસ (ડે. ડાયરેકટર, સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરિટી) - મિનિસ્ટ્રી ઓફ પાવર, રાજીવ પ્રતાપ દુબે (ડે. કમિશનર, ફિશરીઝ) - મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસ્બન્ડરી ડેરી સહિતના છ સભ્યોની ટીમ રાજકોટથી અમરેલી તેમજ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકત કરશે. રાજકોટ એરપોર્ટ ખાતે કલેકટરશ્રી રેમ્યા મોહન તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યાએ તેઓનું સ્વાગત કર્યું હતુ. તેમજ આનુસંગિક માહિતી પુરી પાડી હતી.

(10:52 am IST)