Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ચોટીલા ધારાસભ્ય મકવાણાની પ્રજાનો પક્ષ લેતા અટકાયત

વઢવાણ,તા. ૨૮: ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાની ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી. ચોટીલા તાલુકાના ડોસલીધું ગામે એરપોર્ટનું કામ શરૂ છે તેવા સમયે આજુબાજુના વિસ્તારમાં ડેમ આવેલો છે અને તે ગામને પાણી પૂરું પાડી રહ્યો છે તે ડેમ ની દિવાલ તોડી પાડવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી ત્યારે તાત્કાલિક ધોરણે ધારાસભ્યોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને ધારાસભ્ય ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ચોટીલા તાલુકાના ડોસલીઘુના નજીક બની રહેલ હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન ડોસલીઘુના ડેમની પાળ તોડી પડતા સ્થાનિકોએ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને ટેલિફોનિક રજૂઆત કરતા ધારાસભ્ય તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ સાથે વાતચીત કરતા મામલો બીચકયો હતો. એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ દ્વારા બમણબોર એરપોર્ટ પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાની અટકાયત કરી હતી. પ્રજાનો પક્ષ લેનાર ધારાસભ્યની બામણબોર એરપોર્ટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા ધારાસભ્ય ઋત્વિકભાઈના સમર્થકોમાં રોષ વ્યાપી ગયો છે.

(10:08 am IST)