Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

પૂર્વ કચ્છ એલસીબી કોન્સ્ટેબલોની મહેફીલ: સોશ્યલ મીડિયામાં ઝૂમતા વાયરલ વીડિયોને પગલે ૪ પોલીસ કર્મીઓની બદલી : નશાબંધી સાથે બર્થ ડે પાર્ટી દ્વારા કોવિડના કાયદાની કાયદાના રક્ષકો દ્વારા ઐસીતૈસી પણ સામાન્ય નાગરિકો માટે કડક કાયદા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ) કચ્છમાં પોલીસ જવાનોની બેબાક ઝૂમતી પાર્ટી સાથેનો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો રાજ્યના ગૃહ વિભાગને લાંછનરૂપ છે. જેમના ખભે ગુનેગારો ઉપર લગામ કસી અને કાયદાનું પાલન કરવાની જવાબદારી છે એવા પૂર્વ કચ્છ એલસીબી ના પોલીસ જવાનો બર્થ ડે પાર્ટીમાં નશામાં ઝૂમી રહ્યા છે. કોરોના કાળમાં ઉજવણી ઉપર પ્રતિબંધ વચ્ચે રાજ્યની દારૂબંધી ની નીતિ ઉપર લાંછન લગાડતા આ વીડિયો બાદ હરકતમાં આવેલ પોલીસ તંત્રે ચાર પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલી કરી છે. આ પોલીસ કર્મીઓ હેડ કોન્સ્ટેબલ બાલુભાઈ નાગાજણ ગરેજા, રામદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ રતનલાલ પુરોહિત, પ્રવીણ નારાણભાઈ આલની બદલી કરી તેમની સામે ડીવાયએસપી વી.આર. પટેલને તપાસ સોંપાઈ છે. જોકે, વીડિયોમાં અન્ય પોલીસ કર્મીઓ પણ હોવાની ચર્ચા છે. પૂર્વ કચ્છમાં દારૂની વધતી જતી હેરફેર અને ગુનાખોરી વચ્ચે પોલીસ કર્મીઓની હરકતે ચર્ચા જગાવી છે

(9:35 am IST)