Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મોરબી સહીત રાજ્યના ૩૬ શહેરોમાં દુકાનો સાંજે ૭ સુધી ખુલ્લી રાખવા છૂટ આપવા માંગ

સામાજિક કાર્યકરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

મોરબી સહિત રાજ્યના ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ છે ત્યારે દુકાનો ખોલવાનો સમય સાંજે ૭ સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરી છે
  મોરબીના સામાજિક કાર્યકર મહાદેવ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી શીત ગુજરાતના ૩૬ શહેરોમાં તા. ૨૮ મેં સુધી આંશિક લોકડાઉન છે નાના વેપારીઓને રાહત આપવા દુકાનો બપોરે ૩ સુધી ખોલવાની છૂટ આપી છે ત્યારે નાના વેપારી અને નાગરિકોને રાહત આપવા દુકાનો સવારે ૯ થી સાંજે ૭ સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવે તે જરૂરી છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકો ખરીદી માટે બપોર બાદનો સમય પસંદ કરે છે જેથી નાસ્તાના ધંધાર્થીઓ, ચા-પાન તેમજ હેર સલુન, સ્ટેશનરી અને કાપડ સહિતના વેપારીઓને રાહત મળશે જેથી દુકાનો ખોલવાનો સમય સાંજે ૭ સુધી લંબાવાય તેવી રજૂઆત કરી છે

(8:54 pm IST)