Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

શાપર-વેરાવળ પોલીસ મથકના ૬ પોલીસ કર્મચારી અને ૯ આરોપીઓને કોરોન્ટાઇન કરાયા

પોલીસ-પત્રકાર પરના હુમલા પ્રકરણના આરોપી લગન મહંતોને કોરોના પોઝીટીવ આવતા તેના સંપર્કમાં આવેલા

તસ્વીરમાં આરોપી લગન મહંતોને સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવાતો નજરે પડે છે. (તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર-વેરાવળ)

શાપર-વેરાવળ, તા., ર૮: શાપર-વેરાવળમાં થોડાક દિ' પુર્વે વતનમાં જવા મામલે પરપ્રાંતીય મજુરોએ પોલીસ અને પત્રકાર ઉપર કરેલા હુમલા પ્રકરણમાં પકડાયેલ એક આરોપીને કોરોના પોઝીટીવ આવતા તેના સંપર્કમાં આવેલા શાપર-વેરાવળ પોલીસ મથકના ૬ પોલીસ કર્મચારીઓ  અને ૯  આરોપીઓને કોરોન્ટાઇન કરાયા છે.

વિગત એવી છેકે શાપર-વેરાવળમાં પોલીસ અને પત્રકાર પર ખુની હુમલો કરવાના પ્રકરણમાં ૬૯ પરપ્રાંતીયોની પોલીસે ધરપકડ કરી હતી. આ ૬૯ આરોપીઓ પૈકી એક આરોપી લગન બદન મહંતો (ઉ.વ.ર૪) (રહે. હાલ શાપર-વેરાવળ રાજન ટેકનોકાસ્ટની પાછળ, મૂળ કુઢવા ટોલા, જીલ્લો બિહાર)નો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

શાપર-વેરાવળમાં પકડાયેલ આરોપીનો પોઝીટીવ કેસ આવતા  પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. અને આ આરોપીના સંપર્કમાં આવેલ શાપર-વેરાવળ પોલીસ મથકના પી.એસ.ઓ. મહિલા એસએસઆઇ કલાબેન ચાવડા, પીએસઓ -રાજકેશભાઇ , પીએસઓ રાણાભાઇ વકાતર, પીએસઓ વિપુલભાઇ કુકડીયા, ફીંગર પ્રીન્ટના કર્મચારી સમજુબેન ગમારા, કેદી પાર્ટીના એલઆરડી દુષ્યંત રાણા તથા મિલન મનસુખભાઇ લુસા, ને ૧૪ દિવસ માટે કોરોન્ટાઇન કરાયા છે.

આરોપી લગન બદન મહંતો સંપર્કમાં આવેલ  અન્ય આરોપીઓ અનીલ અશોકભાઇ સોલંંકી, જયેન્દ્ર અનીલ ચંદ્રવાડીયા, સુનીલ વિનાયક યાદવ, વિશાલ કોળી, દિપક છુટેલાલ રામ, સુબોધ મનોજ પાસવાન, રામલાલુ મુનારામ પાસવાન, રામધાર સોમાર પાસવાન તથા રૂપલાલ વજુલાલ યાદવ સહીત ૯ને ૧૪ દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

(3:52 pm IST)