Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ લોકડાઉન બાદ પહેલીવાર ટ્રાફિક જામ : પોલીસ પહોંચી

લોકડાઉન મળેલી છૂટને પગલે વાહનોથી ગોલ્ડન બ્રિજ ધમધમતો

ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ લોકડાઉન પહેલા વાહનોથી ધમધમતો હતો, સપ્તાહમાં એક વખત ટ્રાફિક જામની સમસ્યા થતી હતી. પરંતુ લોકડાઉનમાં ગોલ્ડન બ્રિજ 65 દિવસથી સુમસામ નજરે પડતો હતો માંડ એક બે વાહનો ગોલ્ડન બીજમાંથી પસાર થતા હતા. જોકે ચોથા તબક્કાનાં લોકડાઉનમાં મળેલી છૂટને પગલે વાહનોથી ગોલ્ડન બ્રિજ ધમધમતો થયો હતો. આજે સવારે ગોલ્ડન બ્રિજમાં ભારે ટ્રાફિક જામને પગલે પોલીસને આ ટ્રાફિકને હળવો કરવામાં દમ નીકળી ગયો હતો. આમ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાહનોથી ધમધમતા બ્રિજ તરીકે ગોલ્ડન બ્રિજનું નામ ચર્ચામાં આવ્યું છે.

(1:23 pm IST)