Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જેતપુરના પાંચપીપળા ગામે ટ્રેકટર રાખવા પ્રશ્ને રણછોડભાઇ ગોંડલીયા પર હુમલો

બટુકભાઇ ગોંડલીયા અને તેના બે પુત્રો સામે પોલીસમાં ફરીયાદ

જેતપુર, તા. ર૮ : તાલુકાના પાંચપીપળા ગામે ટ્રેકટર રાખવા પ્રશ્ને થયેલ ઝઘડામાં પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો.

તાલુકાના પાંચપીપળીયા ગામે રહેતા રણછોડભાઇ જેરામભાઇ ગોંડલીયા ગત રાત્રીના તેમના પરિવાર સાથે ઘેર હતાં ત્યારે તેમનો પુત્ર હરેશભાઇ રાત્રીના નવ વાગ્યાના અરસામાં ઘરની બહાર નીકળેલ ત્યારે આજ વિસ્તારમાં રહેતા બટુકભાઇ ગોંંડલીયા અને તેનો પુત્ર બાલેસ બન્ને મળી તેઓના હલાણમાં ટ્રેકટર આડુ રાખવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી લાકડી અને કુહાડી વડે માર મારતા હતાં ત્યારે તેનો બીજો પુત્ર હિતેશ પણ ત્યાં આવી જઇ ત્રણેયે માર મારેલ. રણછોડભાઇ તેના પુત્ર હરેશભાઇને છોડાવવા વચ્ચે પડતા તેમને માથામાં લાકડીનો ઘા ઝીંકી દેતા લોહી નીકળવા લાગેલ. ત્રણેય પિતા-પુત્રેએ ધમકી આપેલ કે બધાને મારી નાખશે. દરમ્યાન લોહી લુહાણ હાલતમાં રણછોડભાઇને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા પોલીસે બટુકભાઇ ગોંડલીયા તથા તેના બન્ને પુત્રો બાલેશ તથા હિતેશ ત્રણેય વિરૂદ્ધ આઇ.પી.સી. ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬(ર) ૧૪૪ જીપી એકટ ૧૩પ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ એમ.એફ. ચૌહાણે હાથ ધરી છે.(

(12:57 pm IST)