Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમરેલીમાં ૬૭ વર્ષિય વૃધ્ધ-બગસરાના ૧૧ વર્ષિય કિશોરે કોરોના સામેનો જંગ જીત્યો

લોકડાઉનના ૫૦ દિવસ પછી નોંધાયેલા બે દર્દીઓ સ્વસ્થ થયા

અમરેલી, તા.૨૮:અમરેલી જિલ્લામાં લોકડાઉનના અંદાજે ૫૦ દિવસ બાદ તા. ૧૩ મે ના રોજ સૌપ્રથમ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. સુરતથી આવેલી એસ.ટી.બસમાં ૬૭ વર્ષીય વૃદ્ઘાને ચાવંડ ચેકપોસ્ટ ખાતે ચેક કરવામાં આવતા તાવ-શરદી જેવા લક્ષણો જણાતાં તેમનું સેમ્પલ લેવાયુ હતું. ત્યારબાદ એમનો રિપોર્ટ પોઝિટિવ આવેલો હતો.

ઉપરાંત મૂળ બગસરાના અને સુરતથી બસમાં અમરેલી આવેલા કિશોરનો રિપોર્ટ કરાવતા તે કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેની પણ સિવિલ ખાતે સારવાર શરૂ હતી. આ બન્ને દર્દીઓ હાલ કોરોનાને મહાત આપી સંપૂર્ણ સ્વસ્થ થઇ ચૂકયા છે તેમજ આજરોજ તેમને સિવિલમાંથી રજા પણ આપવામાં આવી છે.

આ વૃદ્ઘા તેમજ કિશોરએ સિવિલ ખાતે સતત કોરોના સામે જંગ ખેલી અને અંતે જીત હાંસિલ કરી છે. આ દિવસો દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે તેમને નિષ્ણાંત ડોકટર્સ દ્વારા કોરોનાને લગતી ઉત્ત્।મ સારવાર આવી હતી. ડોકટર્સની મહેનત અને આ દર્દીઓના મનોબળને કારણે અંતે તેમણે કોરોનાને હરાવ્યો છે. અને તેમને સિવિલમાંથી રજા આપવામાં આવતા તમામ આરોગ્યકર્મીઓ તેમજ દર્દીઓના ચહેરા પર ખુશીઓ છવાઈ ગઈ હતી.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે આ દર્દીઓને શુભેચ્છાઓ સહ વિદાય આપી હતી.

(12:55 pm IST)