Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમરેલી જીલ્લા બેંક, દુધ સંઘ, જીલ્લા સહકારી સંઘની બોર્ડ મીટીંગમાં ખેડુતોના હિતમાં નિર્ણયો

દિલીપભાઇ સંઘાણી, નારણભાઇ કાછડીયા સહીતનાની ઉપસ્થિતિ

અમરેલી, તા., ૨૮: લાંબા સમય બાદ અમરેલી જીલ્લાની અગ્રેસર સહકારી સંસ્થાઓ અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમરેલી જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ, અમરેલી જીલ્લા સહકારી સંઘ સહીતની સંસ્થાઓની બોર્ડ મીટીંગ યોજાયેલ જેમાં અમરેલી જીલ્લા બેંકના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વીનભાઇ સાવલીયા, જીલ્લા ભાજપ મહામંત્રી કૌશીક વેકરીયા, અમરેલી જીલ્લા સંઘના પ્રમુખ યુવા અગ્રણી મનીષ સંઘાણી,  અમરેલી જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઇ પાનસુરીયા, અમર ડેરીના વાઇસ ચેરમેન મુકેશ સંઘાણી, જીલ્લા બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, અમર ડેરીના એમ.ડી.ડો.એસ.આર. પટેલ, જીલ્લા બેંકના જનરલ મેેેનેજર-સી.ઇ.ઓ. બી.એસ.કોઠીયા, બોર્ડ ઓફ ડીરેકટર્સ અને અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

સહકારી સંસ્થાઓએ કોરોના સંક્રમણ પ્રગટાવેલ લોકસેવાની જયોત અને સહકારથી સ્વનિર્ભરતાના કાર્યો, રોજગારીની વધુ તકો વિકસાવવા સહીત લોકપયોગી નિર્ણયો લેવામાં આવેલ છે. બેંકના ચેરમેન દિલીપભાઇ સંઘાણી દ્વારા લાભાર્થીઓના હિતમાં પગલાઓ લીધા છે જે ગ્રોસ પ્રોફીટ રર કરોડ ૪પ લાખ, ચોખ્ખો નફો-૧૩ કરોડ ૬૮ લાખ, ડિપોઝીટ -૧ર૦૧ કરોડ, ધિરાણો-૧ર૧૩ કરોડ, રોકાણો-૪૧૯ કરોડ, ગ્રોસ એન.પી.એ. ૩.૦૭ ટકા, નેટ એનપીએ ર.૪૪ ટકા, સી.આર.એ.આર. ૧૧.પ૬ ટકા, કુલ એસેટ ૧૭૮ર કરોડ, બચત થાપણો ઉપર અડધો ટકા વ્યાજનો ઘટાડો ૪ ટકા ઘટી ૩.પ ટકા વ્યાજ દર થશે. તમામ ધિરાણોમાં ૧ ટકા વ્યાજ ઘટાડતા ૩ કરોડ પ૪ લાખનો ખેડુતોને વ્યાજમાં ફાયદો. પી.એમ. કેર ફંડમાં પ૦૦૦ ખેડુતોએ રૂ. ૩૩ લાખ જમા કરાવ્યા છે.

(12:54 pm IST)