Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોટડા સાંગાણી અને ગોંડલ તાલુકામાં ૩ કોરોના પોઝીટીવ

બે મજૂર અને એક યુવતિ ઝપટે ચડી જતા આરોગ્ય તંત્રમાં દોડધામઃ તમામ સારવારમાં

ગોંડલ : તસ્વીરમાં ગોંડલ જામવાડી જીઆઇડીસી ખાતે આરોગ્ય વિભાગની ટીમો દોડી ગઇ હતી. અને સર્વેની કામગીરી હાથ ધરી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા. ર૮: ધીમે-ધીમે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં એક રાજસ્થાની મજૂર અને એક યુવતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

જયારે ગોંડલના જામવાળીમાં પણ એક મજુર કોરોનાની ઝપટે ચડી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

ગોંડલના જામવાડી જીઆઇડીસી ખાતે ૧૮ વર્ષીય રાજસ્થાની યુવાન ભંવરલાલ જાટનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તથા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં પણ ર નવા કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યા છે. એક કેસ શાપરના મજુરનો છે તેને પોલીસે પકડેલ અને કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવેલ છે.

કોટડા તાલુકાના મોટા વડીયા ગામે પણ ૧૮ વર્ષની સાગઠીયા નામની યુવતીને પોઝીટીવ આવ્યો છે. ત્યાં આરોગ્યની ટીમો દોડી ગઇ છે. આમ હવે રાજકોટ શહેરના ૮૩ અને ગ્રામ્યના ર૦ મળી કોરોના કુલ પોઝીટીવ આંક ૧૦૩ પહોંચ્યો છે. ગોંડલનો આ યુવાન રાજસ્થાનથી આવ્યો હતો.

ગોંડલના જામવાળી જીઆઇડીસીમાં આવેલ ચિરાગ એન્ટરપ્રાઇઝમાં કામ કરતા રાજસ્થાનથી આ મજૂર તા.ર૩ ના રોજ ગોંડલ આવ્યોહતો.

૩ કેસ આવતા આરોગ્ય વિભાગની ટીમો ગોંડલના જામવાડી જીઆઇડીસી અને કોટડા સાંગાણી દોડી ગઇ હતી.(

(12:50 pm IST)