Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જામનગરમાં કૃષિ મંત્રી ફળદુ રાજ્ય સરકારની વિડીયો કોન્ફરન્સમાં જોડાયા

જામનગર,તા.૨૯:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજયના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાંઙ્ગ રહેલા રાજય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિર્દેશક તેમજ મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટઙ્ગના આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સતત ૯મી કેબિનેટની બેઠક આજે યોજાઇ હતી.

આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી સાથે જ કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ આવનાર ખરીફ સીઝન માટે ખેડૂતોને ગુણવતાયુકત બિયારણ મળી રહે તે માટે બિયારણ વેચાણનો પ્રારંભ થઇ ચૂકયો છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે, રાજયમાં ૧૫૦૦ કેન્દ્ર પરથી જિલ્લા ખરીદ-વેચાણ સંદ્ય / મંડળીઓ દ્વારા બિયારણ વેચાણ ચાલુ છે. હાલ સુધીમાં ૯૩૩૮૦ કવીન્ટલ મગફળીનું બિયારણ ઉપલબ્ધ છે, તેમાંથી ૫૦,૬૦૦ કવીન્ટલનું વિતરણ કરવામાં આવેલ છે. જેમાં ૪૦,૦૦૦ કવીન્ટલનો જથ્થો ગુજકોમાસોલ દ્વારા વેચાણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આગામી ખરીફ પાકની સીઝન માટે દાહોદ, ગોધરા વગેરે જિલ્લામાંથી સૌરાષ્ટ્રમાં ખેતી અર્થે આવવા માંગતા મજૂરો માટે પરિવહનની વ્યવસ્થા માટે મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ખેડૂતોને ટૂંકી મૂદ્દતના ધિરાણના ભરણા માટેની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી હતી.

(11:59 am IST)