Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ધોરાજી ખાતે પૌત્રીએ દાદાની નનામીને કાંધ આપી અગ્નિદાહ આપ્યો

ધોરાજી : ધોરાજી ખાતે પૌત્રીએ દાદાની ચિતાને મુખાગ્નિ આપી ધોરાજીના માનવ સેવા યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર બાબરીયાના પિતાજી હરીભાઇ બાબરીયાનું અવસાન થતા તેમની અંતિમ યાત્રામાં ડાઘુઓ સાથે ડો. સિવાની નરેન્દ્ર બાબરીયાની પુત્રી જોડાઇ હતી અને દાદાની નનામીને કાંધ આપી સ્મશાનગૃહમાં તેમની ચિતાને અગ્નિદાહ ડો. સિવાનીએ આપ્યો હતો. તેમજ અંતિમ યાત્રામાં આવનારા સ્નેહીઓ શોક ન કરે તેવી ઇચ્છા સાથે સ્વ. હરીભાઇ બાબરીયાની ઇચ્છા અનુસાર અંતિમ યાત્રામાં આવેલ તમામ ડાઘુઓ માટે આઇસ્ક્રીમ મંગાવી રાખેલ હતો. કુરીવાજોને તિલાંજલી અપાય તેમજ સદ્ગત પાછળ સામાજીક કાર્ય થાય તેવા ઉદ્દેશસર સેવાકીય કાર્ય કરાશે. હાલ કોરોનાની મહામારી અને તંત્રની સુચના મુજબ અંતિમ યાત્રામાં પરિવારજનો સ્નેહીઓ પત્રકારો જોડાયા અને સ્વ.હરીભાઇ બાબરીયાને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા.

(11:57 am IST)