Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

હળવદના જુના દેવળીયા ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

હળવદ,તા.૨૮ : તાલુકાના જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા પોલીસ દ્વારા જુગાર ના પટમાથી ૧૦,૩૦૦ ની રોકડ કબજે કરી તમામ જુગારીયાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસ ટીમના  મુમાભાઈ કલોત્રા,બીપીનભાઈ પરમાર,દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ જુના દેવળિયા ગામે રેડ  કરતાં દિનેશ રાઘવજીભાઈ ભીમાણી, સુરેશ છનાભાઇ, નટુ લાલજીભાઈ કોળી, ચમન પ્રભુભાઈ કોળી, મુન્ના જેઠાલાલ પુજારા, મહેશ ઉર્ફે જુગો સુરેશભાઈ કોળી, અને સંજય છગનભાઇ કોળી સહિત સાત શખ્સોને ૧૦,૩૦૦ ની રોકડ સાથે ઝડપી લેય હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:55 am IST)