Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સોમનાથમાં મહંત મધુસુદન આચાર્યએ ૩૫૧ પરિવારોને રાશન કીટ અર્પણ કરી

પ્રભાસપાટણ તા. ૨૮: કોરોના મહામારીમાં સોમનાથ મંદિરની સામે પોષ્ટ ઓફિસ ચોક પાસે ત્રિવેણી રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના વૈકંઠવાસી શ્રી ૧૦૦૮ મહંત શ્યામ સુંદર સ્વામીજીના ઉત્તરાધિકારી (શિષ્ય) શ્રી મધુસુદના ચાર્ય સ્વામી (મધુ બાપુ) દ્વારા પ્રભાસપાટણના તમામ જ્ઞાતિના અગ્રણીઓ પાસે સર્વે કરાવી જરૂરીયાત મંદ અત્યંત ગરીબ પરિવારોને કુલ ૩૫૨ રાશનકીટ બનાવી તેઓના ઘર સુધી પહોંચાડેલ છે નાત જાત કે જ્ઞાતિ ભેદ વગર મુસ્લીમ સમાજ સહિત સૌને આ કીટ  વિતરણ કરાયેલ અને સૌન ભગવાન લક્ષ્મીનારાયણનો પ્રસાદ સમજી ગ્રહણ કરવા અનુરોધ કરવામા આવેલ છે.

આથી જરૂરીયાત મંદોએ આ કાર્યની સરાહના કરી તેના આ કાર્યને આર્શીવાદ સમાન ગણેલ છે તેમજ સ્વામી મધુસુદન આચાર્ય મધુ બાપુએ સૌને વડાપ્રધાનની સૂચના તેમજ શોસિયલ ડીસ્ટંન્ટ શિસ્ત પાળવા અનુરોધ કરી સરકાર અને તંત્રને સહકાર આપવા અપીલ કરેલ છે.

(11:54 am IST)