Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વાંકાનેરની અરૂણોદય સોસાયટી કન્ટેન્ટમેન્ટમાંથી મુકત કરાઇ

સ્થાનિક નગરસેવકો અને સંસદસભ્યની રજુઆતનો પડઘો

 વાંકાનેર તા. ર૮ : વાંકાનેરમાં આવેલ અરૂણોદય સોસાયટીમાં રહેા પૌઢને ગત તા.૧૧/પ/ર૦ર૦ના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાની સાથેજ આ સોસાયટીના ૪૦ થી વધુ મકાનમાં રપ૦ જેટલા લોકોને હોમ કોરોન્ટાઇન સાથે સોસાયટી ફરતે ૧૦ ફુટ ઉચા પતરાની દીવાલ ઉભી કરી સોસાયટીને કન્ટેન્ટન્ટ મેઇન જાહેર કરી ર૮ દિવસ સુધી સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવાયો હતો.

સોસાયટીના રહીશો કોઇ બહાર ન નિકળી શકે નો કોઇ અંદર આવી શકે અતે તેની દેખરેખ માટે સોસાયટી ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બીજીબાજુ જેને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં રહેલા જીતુભા ઝાલા નામના પ્રૌઢનો નવો રીપોર્ટ નવ દિવસ બાદ નેગેટીવ આવી ગયો અને તેઓ સંપૂર્ણ સ્વચ્છ થઇ જતા તેન ેહોસ્પીટલમાંથી રજા આપી દેવાય હતી ભગવાની દયાથી જીતુભાની તબીયત એકદમ સારી થઇ ગઇ છે આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવાર સહીતના તમામના રીપોર્ટ પણ નેગેટીવ આવી ગયા હતા.

તેમ છતા આ અરૂણોદય સોસાયટીને કન્ટેન્ટમેનમાંથી મુકતી નહી મળતા પતરાની દીવાલમાં કેદ થયેલા લોકો કંટાળી ગયા હતા. બે માસથી લોકડાઉનમાં ઘરે રહેલા અને ધંધા રોજગાર વિહોણા થયેલા લોકોપરિવારના ગુજરાતથી ચીંતીત થવા લાગ્યા હતા.

એક વ્યકિતની માનસીક સ્થિતિ પણ બગડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ સોસાયટીના રહેશોમાં ઘણા પરિવારની સ્થિતિ પણ દયનીય બની ગઇ હતી. અને મહીલાઓ રજુઆત માટે સોસાયટીમાં ઉભુ કરેલ તંબુ પોલીસ ચોકીએ ધસી ગયેલ ઘણા લોકો તેમના ઘરની અને માનસીક સ્થિતિ સાથે તેમની વેદના રજુ કરતા વિડીયો વાયરલ થયા છે.

આ બધી સ્થિતિ અને સોસાયટીના રહીશોની વેદનાને ધ્યાનમાં લઇ ચાર દિવસ પહેલા આ વિસ્તારના નગરસેવકો ભાટી એન., જયંતિભાઇ ઘરોડીયા, ચંપાબેન પનારાએ પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને આવેદન પત્ર આવી કન્ટેન્ટમેન ઝોનમાંથી ચુકતી આપવાની માંગણી કરી હતી. આ ઉપરાંત સોસાયટીના રહીશો અને સ્થાનીક રાજકીય અગ્રણીઓ દ્વારા રાજકોટના સંસદસભ્ય મોહનભાઇ કુંડાળીયાને પણ રજુઆત કરી હતી અને વિકટ સ્થિતિમાં યાતના ભોગવતા લોકોની વેદના મોહનભાઇ એજાણીઆ પ્રશ્ને તુરત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને તેઓએ રજુઆત કરી હતી.આ બધી રજુઆતોનો પડઘો પણ તુરત પડયો હતો અને ૧૭ દિવસથી પતરાની આડશ વચ્ચે કેદ થયેલા નાના-મોટા રપ૦ થી વધુ લોકોને આજે તા.ર૭/પ/ર૦ર૦ના મોડી સાંજે મુકત કરાયા હતા અને સાંજે પતરા હટાવવાની લોકોના મુખ ઉપર ખુશી જોવા મળી હતી.

(11:52 am IST)