Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ભાવનગરમાં પાન, મસાલા, તમાકુના વધુ ભાવો લેતા ૧૧ વેપારીઓ સામે તંત્રની કાર્યવાહી

ભાવનગર તા.૨૮: બીડી, સોપારી, તમાકુ, પાન-મસાલા વગેરે જેવી વસ્તુઓનો વેપારીઓ દ્રારા કાળો બજાર થતો હોવાની રજુઆતો ૫રત્વે જિલ્લા કલેકટર, ભાવનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીની અઘ્યક્ષતામાં ભાવનગર શહેરી વિસ્તારના જથ્થા બંદ્ય તેમજ છુટક વેપારીઓની આકસ્મિક તપાસણી કરવા અને ગેરરીતી આચરવામાં આવેલ વેપારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ફુડસેફટી ઓફીસર તેમજ તોલમાપ, પુરવઠા અને સેનેટરી ઇન્સ્પેકટરોની કુલ ૨ ટીમોની રચના કરવામાં આવેલ છે.

ગઈકાલથી આ ટીમો દ્રારા ભાવનગર જિલ્લામાં ૧૦ જથ્થા બંદ્ય વેપારીઓની અને ૩૪ છુટક વેપારીઓ મળી કુલ-૪૪ એકમોની આકસ્મિક તપાસણી કરવામાં આવેલ છે. આ તપાસણીમાં કુલ-૧૧ વેપારીઓ દ્વારા MRP કરતા વધુ ભાવ લેવા, ઓછુ વજન વગેરે બાબત ધ્યાને આવતા તેમની સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામ એકમો પાસેથી દંડ પેટે ૧૬,૨૦૦ રૂ.ની વસુલાત કરવામા આવી છે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યુ હતુ કે આ ટીમો દ્રારા આગામી દિવસોમાં પણ સતત તપાસણી થનાર હોવાથી, સંગ્રહખોરી કે વદ્યુ ભાવ લેનાર વેપારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે વેપારીઓએ નોંદ્ય લેવી તેમજ નાગરીકોને અપીલ કરતા જણાવ્યુઙ્ગ છે કે જો કોઈ વેપારી દ્વારા MRP કરતા વધુ ભાવ,સંગ્રહખોરી કે ઓછુ વજન વગેરે જેવી બાબતો કરતા ધ્યાને આવે તો ૦૨૭૮- ૨૪૨૮૯૦૮ પર જાણ કરવા જણાવ્યું છે.

(11:51 am IST)