Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

હળવદના ઘનશ્યામપુર ગામે મકાનના કામ મામલે પડોશીઓ વચ્ચે મારામારી

સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

હળવદ,તા.૨૮ : તાલુકાના ઘનશ્યામપુર ગામે મકાનના કામ માનલે બે પડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં બન્ને પાડોશીઓએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાં થી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરીયાદી બળદેવભાઇ નાગરભાઇ મકવાણા (ઉવ.૩૯, ધંધો રહે ઘનશ્યામપુર, તા. હળવદ) વાળાએ આરોપી ત્રીભોવનભાઇ પરાગભાઇ દલવાડી (રહે ઘનશ્યામપુર, તા. હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૬ના રોજ ફરીયાદીને મકાનનુ કામ ચાલુ હોય અને શેરીમા રેતી નાખેલ હોય જે રેતી આરોપીએ પાથરી દેતા ફરી સમજાવવા જતા આરોપી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી આરોપીએ ફરીને સળીયા વતી માથામા તથા શરીરે મારી ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ હળવદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

જયારે સામાપક્ષે દિપકભાઇ ત્રિભોવનભાઇ સોનગ્રા (ઉવ ૧૮, રહે ઘનશ્યામપુર, તા.હળવદ) વાળાએ આરોપી બળદેવભાઇ નાગરભાઇ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીને મકાનનુ કામ ચાલુ હોય અને આ કામના આરોપીએ શેરીમા રેતી નાખેલ હોય જે રેતી ફરી તથા સાહેદ આઘી કરતા હોય ત્યારે આરોપી આવી રેતી કેમ આઘી કરો છો તેમ કહી ગાળો આપી ફરીયાદીને પાવડાથી મારી ડાબા ખંભે તથા ડાબા ગાલે ઇજા કરી હતી. હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:50 am IST)