Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા ૨૦ રૂટ પર બસ સેવા શરૂ

જિલ્લામાં કુલ ૧૭૪ ટ્રીપ મારફત ૪,૯૯૬ મુસાફરોએ કરી મુસાફરી

 ભાવનગર તા.૨૮ : ભાવનગર જિલ્લામાં એસ.ટી. વિભાગ દ્વારા લોકલ તેમજ એકસપ્રેસ સહિત કુલ ૨૦ રૂટ પર પરિવહનની સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લામાં કુલ ૧૭૪ ટ્રીપ દ્વારા ગઈકાલ સાંજ સુધીમાં સુધીમાં ૨૦,૨૫૮ કિ.મી.નું સંચાલન કરી ૩,૨૩,૭૧૮ રૂ.આવક મેળવેલ છે તેમજ આ તમામ રૂટ પર ૪,૯૯૬ મુસાફરોએ મુસાફરી કરેલ છે.

મુસાફરોને હાલાકી ન પડે તે હેતુથી એસ.ટી.વિભાગ દ્વારા બસોનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર એકસપ્રેસ બસ મારફત ભાવનગર થી રાજકોટ જવા બસ ઉપડવાનો સમય ૮, ૯ અને ૧૨.૩૦ કલાકે, ભાવનગર થી ઉના જવા બસ ઉપડવાનો સમય ૧૧.૩૦ કલાકે, ભાવનગર થી જામનગર જવા બસ ઉપડવાનો સમય ૧૧.૩૦ કલાકે, ભાવનગર થી ભુજ જવા બસ ઉપડવાનો સમય ૮ કલાકે, ભાવનગર થી મોરબી જવા બસ ઉપડવાનો સમય ૧૧ કલાકે, ભાવનગર થી હળવદ જવા બસ ઉપડવાનો સમય ૧૨ કલાકે, ભાવનગરથી સુરેન્દ્રનગર જવા બસ ઉપડવાનો સમય ૮ કલાકે તેમજ ભાવનગર થી જુનાગઢ જવા બસ ઉપડવાનો સમય ૧૨.૦૦ કલાકનો રહેશે. તળાજા થી રાજકોટ જવા બસ ઉપડવાનો સમય ૮.૦૦ કલાકે તેમજ તળાજા થી જામનગર જવા બસ ઉપડવાનો સમય ૮.૪૫ કલાકે, મહુવા થી રાજકોટ જવા બસ ઉપડવાનો સમય ૮.૦૦ કલાકે, પાલીતાણા થી રાજકોટ જવા બસ ઉપડવાનો સમય ૮.૦૦ કલાકે, પાલીતાણા થી ભચાઉ જવા બસ ઉપડવાનો સમય ૯.૦૦ કલાકે તેમજ લોકલ બસ મારફત ભાવનગર થી ઉમરાળા વાયા વલભીપુર જવા માટે ૮.૦૦, ૧૦.૨૦ અને ૧૨.૦૦ કલાકે, ભાવનગર થી મહુવા જવા માટે ૮.૦૦, ૮.૩૦, ૯.૦૦, ૯:૪૫, ૧૦:૦૦, ૧૦:૧૫, ૧૦:૩૦, ૧૦:૪૫, ૧૧:૦૦, ૧૧:૩૦, ૧૨:૪૫, ૧૨:૫૫, ૧૩:૨૦ અને ૧૩:૩૦ કલાકે, ભાવનગર થી ધારી જવા માટે ૧૩:૩૦ કલાકે, ભાવનગર થી અમરેલી જવા માટે ૮:૨૦ કલાકે, ભાવનગર થી ગારીયાધાર જવા માટે ૮:૪૫, ૧૦:૧૫ અને ૧૦:૪૫ કલાકે, ભાવનગર થી પાલીતાણા જવા માટે ૧૦:૦૦, ૧૦:૪૫ અને ૧૨:૦૦ કલાકે અને ભાવનગર થી ગઢડા જવા માટે ૧૧:૪૫ કલાકનો રહેશે.

ભાવનગર એસ.ટી. વિભાગના શ્રી ઇશરાની એ જણાવ્યું હતું કે રૂટ પર ચાલતી તમામ બસોને સેનેટાઈઝ કરવામાં આવી છે તેમજ મુસાફરી કરનારા તમામ મુસાફરોનું એસ.ટી.વિભાગ દ્વારા ફરજીયાત સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બાદ જ મુસાફરી અંગેની પરવાનગી આપવામાં આવે છે.તેમજ બસમાં સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે હેતુથી બસની કુલ બેઠકના ૫૦% મુસાફરોને જ બેસાડવામાં આવે છે.

(11:49 am IST)