Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

હળવદમાં ઓડન ઇવન પધ્ધતિથી દુકાનો ખોલવા મામલે વેપારીઓનો વિરોધ

મુખ્યબજારના દુકાનદારો દ્વારા મામલતદાર અને પાલિકા તંત્રમાં રજૂઆત

 હળવદ તા. ૨૮ : હળવદમાં લોકડાઉન-૪ દરમિયાનઙ્ગ તમામ વેપાર ધંધાને છૂટ આપવામાં આવી છે અને હળવદ તમામ પ્રકારની દુકાનોઙ્ગ ખોલવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે હળવદની બજારોમાં ભીડનું જોખમ ટાળવા માટે ઓડ ઇવન પદ્ઘતિથી દુકાનો ખોલવાનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે તેથી હળવદમાં દુકાનો ઓડ ઇવન પદ્ઘતિ મુજબ એકી બેકી તારીખે ખુલી હોય જેમાં એક દિવસ ધંધો ચાલુ અને બીજા, દિવસે ધંધો બંધ રહેતો હોવાથી વેપારીઓની.મુશ્કેલી વધી રહી છે.આથી ગઈકાલે બપોર બાદ હળવદની મેઈન બજારના વેપારીઓએ આજે ઓડન ઇવન પદ્ઘતિનો વિરોધ કર્યો હતો અને આ નિર્ણય પરત ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી. વેપારીઓ પહેલા નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા.બાદમાં મામલદાર કચેરીએ દોડી જઈને ઓડ ઇવન પદ્ઘતિને નાબૂદ કરવાની ઉગ્ર માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદમાં હજુ એક.પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી.પણ ધાંગધ્રામાં પોઝિટિવ કેસ નોંધાયા હોય અને હળવદ તેની નજીક હોવાથી કોરોના સંક્રમિત થવાનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે.ત્યારે બજારો ભીડનું જોખમ ટાળવા માટે સરકારે લાગુ કરેલી ગાઈડ લાઈનનો વેપારીઓ ચુસ્તપણે અમલ કરે તે ઘણું જરૂરી છે.

જોકે મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પણ રાજય સરકાર દ્વારા જાહેર કરેલા નિયમ મુજબ જ દુકાનો ખોલવા જણાવાયું છે જેથી વેપારીઓ પણ કોઈના કહ્યામાં ન આવી આવી કપરી પરીસ્થીતી વચ્ચે તંત્રને સાથ સહકાર આપવો જોઈએ તે હિતાવહ છે.

(11:47 am IST)