Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગોંડલ માર્કેટ યાર્ડમાં ૪૨૦૦૦ બોકસની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ

ગોંડલ,તા.૨૮:ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાની યાદી જણાવે છે કે, ગોડલ માર્કેટ યાર્ડમાં તા. ૨૦/૦૫/૨૦૨૦ ના કેરીની વિક્રમ જનક ૪૨ હજાર બોકસની આવક થઇ જે ચાલુ સીઝનની સૌથી વધારે આવક છે. જે ગત વર્ષે આ સમયે થયેલા આવકના પ્રમાણમાં વધારે છે. તથા કેરીના હબ ગણાતા મુખ્ય મથકોની આવક કરતા પણ વધારે છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની વધુ આવક થવાનું કારણ એ છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં ફૂટનો વેપાર કરતા વેપારીઓ ખેડુતોને એડવાન્સ પેમેન્ટ ચૂકવે છે. અને માર્કેટ યાર્ડમાં કેરી પકવવા માટે રાઇપનીંગ ચેમ્બર સુવિધા તથા માલ ઉતારવા માટે શેડ સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમજ અન્ય સેન્ટરમાં માલ મોકલવા માટે ગોંડલની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ છે.

ગોડલ ખાતેથી અન્ય સેન્ટરમાં કેરી મોકલવામા આવે છે. ૧૦ કીલોના બોકસના રૂ. ૨૦૦ થી ૬૦૦ સુધીના ભાવ ખેડુતોને મળેલ છે. કેરીની કેસર-હાફુસ તથા રાજપુરી વેરાયટી ની આવક તાલાલા ઉના ગીરસોમનાથ તથા બેંગલોર વગેરે વિસ્તારમાંથી થઇ રહેલ છે.

(11:46 am IST)