Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમદાવાદથી જુનાગઢ સસરાના ઘરે આવેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ

શનિવારે પત્ની અને બહેન સાથે આવ્યા બાદ કોરોનટાઇન હતા જુનાગઢ જિલ્લામાં કોરોનટાઇન કુલ કેસ ર૦,૧ર દર્દી ડિસ્ચાર્જ થયા

જુનાગઢ તા. ર૮ : જુનાગઢમાં રાત્રે વધુ એક કોરોનટાઇનો કેસ નોંધાતા દોડધામ મચી ગઇ હતી. અમદાવાદથી જુનાગઢ સસરાના ઘરે આવેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગત રાતથી કોર્પોેરશન તંત્ર ધંધે લાગી ગયું છે.

જુનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં આવેલ એક યુવાનના  હોસ્પીટલના રિપોર્ટ ગત રાત્રે પોઝિટીવ આવ્યો હતો.

આ પગલે મ્યુનિ કમીશનર તુષાર સુમેરાએ તાત્કાલીક આ વિસ્તારમાં મનપાની મેડીકલ ટીમને મોકલીને દર્દીને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

કમિશનર તુષાર સુમેરાએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, અમદાવાદ ખાતે રહેતો એક ૩૪ વર્ષીય યુવક ગત રવિવારે તેના જુનાગઢમાં ઝાંઝરડા રોડ સ્થિત સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા સસરાના ઘરે પત્ની અને બહેન સાથે આવેલ અને તેને હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ.

આ વ્યકિતનું સેમ્પલ લઇ ભાવનગર મોકલવામાં આવેલ અને રાત્રે તેનો પોઝિટિવ રિપોર્ટ આવતા જ યુવકને સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

કમિશનર સુમેરાએ વધુમાં જણાવેલ કે સહજાનંદ એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારને  સેનીટાઇઝ કરવામાં આવેલ અને લોકોની આરોગ્ય તપાસણી સઘન બનાવવામાં આવી છે તેમજ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવેલ છે.

આમ અમદાવાદથી જુનાગઢ આવેલ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા જુનાગઢ સીટીના કુલ કેસ ચાર થયેલ છે અને આ સાથે જુનાગઢ જિલ્લાના કુલ પોઝિટિવ કકેસ વધીને ર૭ થઇ ગયા છે.

જો કે ગઇકાલ સુધીમાં ૧ર દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે હાલ જુનાગઢ જિલ્લામાં એકટીવ કેસ ૧પ છે.

બીજી તરફ જુનાગઢ જિલ્લામાં રિવરી રેટ ૪૪.૪, ટકા છે અને સદનસીબે હજુ કોરોનાને લઇ કોઇનું મૃત્યુ થયુ નથી.

(11:46 am IST)